________________
૧૩૬
દિલ્હીવાસીઓમાં હિંદુ-મુસલમાન બન્ને વર્ગના લોકો હતા ! હવે ક્યાં ઇસ્લામના નામે આવું થઈ શકે? એ ઈસ્લામને પૈગામ જ નથી. તે તે સરેઆમ લૂંટ જ હતી. જે ધર્મ એમ કહે કે હિંદુઓને જ મારવા તે એટલું કરત; પણ એવું ન હતું. હિંદુ અને મુસલમાન બધા ઉપર તેણે કેર વર્તાવ્યો હતો.
એવી જ રીતે તૈમુરલંગને દાખલો લઈએ. તે દિલ્હી ઉપર ચઢી આવે છે અને લૂંટફાટ કરી બગદાદ પાછા ફરે છે. ત્યાં તેની ઈચ્છા મૂંડકાને પહાડ રચવાની થાય છે? આ કેના મૂડકો ? ત્યાં હિંદુ તો હતા જ નહિ-મુસ્લિમ જ હતા. શું એક મુસલમાન તેના ભાઈઓના મૂંડકાને પહાડ રચે અને તેવી આજ્ઞા ઈસ્લામ ધર્મ આપે ! આ તે તેની વ્યકિતગત ક્રૂર પ્રકૃતિને પરિચય છે. હિસ્ટરી ઓફ નેશન્સમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે એ બધા મુસલમાને મધ્ય એશિયાના હતા અને ક્રર પ્રકૃતિના હતા. જ્યારે ઇસ્લામનો ઉગમ અરબસ્તાનમાં થયે હતો.
પણ, આ બધું આપણે પહેલી નજરે જાણી શકતા નથી. તેમજ પરસ્પરના તદ્દન ઓછા પરિચયના કારણે સમજવા ઇચ્છતા પણ નથી. વયગાળામાં આપણા દેશ ઉપર શાસન કરનારા બ્રિટીશરાએ કુનેહપૂર્વક એવો ઈતિહાસ રચ્યો અને એવા પાઠે આપણને ભણાવ્યો કે આપણે પરસ્પરના વંશપરંપરાના વેરી ન હોઇએ ! કારણ કે હિંદુસ્તાનનું ખમીર તો એવું હતું કે બધાને પિતાનાં કરીને રાખી લેવા. તે કેટલું સારું હતું તેનો એક દાખલો આપું. દિલ્હીમાં બહાદુરશાહ ગરનું રાજ્ય હતું. અને અંગ્રેજો ભારતને પચાવી પાડવા માગતા હતા. તે વખતે બહાદુરશાહનું રાજ્ય દિલ્હીની આસપાસ હતું. છતાં તેની પડખે મદદ માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પણ આગળ આવી. આ રાણીના મનમાં હિંદુ મુસ્લિમ ભેદભાવ ન હતું. ૧૮૫૭ની ક્રાંતિ વખતે તે હિંદુ મુસ્લિમ એ રીતે એક થઈ ગયા હતા કે જે એ રીતે જ એ લોકો સાથે રહે તે અંગ્રેજો રાજ્ય ન કરી શકે. એટલે તેમણે ડગલે ને પગલે ભાગલા પાડવાની નીતિ લીધી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com