________________
સાધુઓનું એકીકરણ:
શ્રી. પૂજાભાઈ “ આજે જેમ રાષ્ટ્ર એકીકરણ સમિતિ નીમાઈ છે. તેમ જગત ભરના સાધુઓનું એકીકરણ થાય તેવા પ્રયાસની વધારે અગત્ય છે. સાધુ-સાધ્વી શિબિર યોજીને એ બી વવાઈ ગયાં છે, વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘે આ કામ કેટલું મહત્વનું ઉપાડયું છે તેની અજોડતા ભવિષ્યમાં સિદ્ધ થઈ શકશે. હવે ત્વરિત ગતિએ વિશ્વના પ્રશ્નો ઝડપી લેવાના છે. સમાજ ઉપર જેમને માટે પ્રભાવ છે તેમણે દેશના ચાર પાંચ વિભાગ પાડી, તે રીતે દેશભરને પ્રવાસ ખેડીને બધાં બળોને ભેગાં કરવાં જોઈએ. એમની સલાહ સૂચના પ્રમાણે, બધાં નૈતિક તેમજ આધ્યાત્મિક બળને ચાલવાં તરપર થવું જોઈએ.
સાધુ સાધ્વીઓને એમ થતું હશે કે પિતાના વાડામાંથી બહાર નીકળીને આવતા શું થશે? લક્ષ્મણને પંચવટીને પ્રસંગ છે. તે વિચારે છેઃ “અયોધ્યાવાસી એમ વિચારતા હશે કે અમે વનવાસી બનીને કેવાં કેવાં દુઃખ ભોગવતાં હશું? પણ અહીં તે કુદરતના આગણામાં ફળફલોની મધુરતા તેમજ ઋષિઓના સત્સંગને અપૂર્વ આનંદ સાંપડ્યો છે. તેમ અનુબંધ વિચારધારા અપનાવનારને કશું સવાનું નથી. દેશ મૂકી પરદેશ ખેડનાર કમાય તેમ તેનું મૂલ્ય અને ઉપયોગિતા વધતાં એમને અને સમાજને બંનેને આનંદ મળવાને છે.
આજે સાધુસાધ્વીઓ કાંતે પૂજવાનું કે મનોરંજક શ્રવણનું સાધન બની ગયાં છે. કેટલાંક સાધુઓ તો સાહિત્ય કે શાસ્ત્ર સંકલનન કાર્યમાં પડયા છે. પણ મારા મતે તે જે બીજા ન કરી શકે એવાં કાર્યમાં તેમણે પડવું જોઈએ, જે લોકો ચમત્કાર કે ડરના કારણે પૂજાતા તેમણે દલાઈ લામા અને લામાઓને અંજામ ધ્યાનમાં લેવું જોઈએ. આજે જગત આગળ અણુ-પ્રયોગો બંધ કરવાને માટે પ્રશ્ન છે. સાધુ સંસ્થા
એકત્રિત થઈને એને ઉપાડી લે તો ! સર્વધર્મ સમન્વયની વ્યાસ પીઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com