________________
ઉપર ઊભા રહી સામુદાયિક અહિંસાના પ્રયોગ તરફ સંગઠિતરૂપે લોકોને વાળવાનું કાર્ય સાધુસંસ્થાએ કરવાનું છે તે અંગે આ શિબિર પ્રેરક બને એજ અગત્યનું છે.
જગતના સાધુઓ માટેના કાર્યક્રમ :
શ્રી દુલેરાય માટલિયા : “મારા નમ્ર મતે દુનિયાભરના સાધુઓને વિચાર કરીએ તો નીચેના ચાર કાર્યક્રમો યેજી શકાય :(૧) ક્રમબદ્ધ અને આયોજનપૂર્વક બલિદાન આપવાં એ જુદી વાત છે અને આવેશથી હોમાઈ જવું એ જુદી વાત છે. કેવળ જૈન, હિંદુ કે બૌદ્ધોમાં નહીં પણ ખ્રિસ્તીઓ અને મુસલમાનમાં પણ પુરોહિત, સાંઈ તથા અન્ય બ્રહ્મચારી બ્રહ્મચારિણીઓ છે. તે સૌમાં હેમાવાની તાકાત છે. ઉપવાસને અભ્યાસ પણ લગભગ બધાને એક યા બીજી રીતે હેય છે. એટલે તપ-ત્યાગ દ્વારા એક બાજુ યુદ્ધ નિષેધ માટે તથા બીજી બાજુ અન્યાય પીડિતોને ન્યાય આપવા તપ શકિતથી હેમાઈ જાય તે સાધુસંસ્થા પ્રત્યેના અહોભાવી આદરના કારણે સમાજ જાગી ઊઠશે; શુભેચ્છક તર્વે જેર કરીને એકાગ્ર થશે અને એમની ઉદાસીનતા કે આળસમાં નવી સંવેદના જાગશે. સાપ કાંચળી તજે તેમ સાધુસંસ્થા ધારે તે તપ-ત્યાગ વડે સહેલાઈથી દેહ તજી શકે તેમ છે.
(૨) સાધુસંસ્થા બીજું મહત્વનું એ કામ કરી શકે કે સમાજમાં સમજણ, અને સેવાભાવી ઘણા શ્રીમંત બાઈ–બહેને છે. તેમની સેવાઓ લઈને અનેક સંસ્થાઓ દ્વારા જનતાને રાહત અપાવી શકે. તેમજ સુખશાંતિ આપનારી કોઈ વ્યવસ્થિત કાર્યવાહી જી શકે.
(૩) ત્રીજું કામ સાધુસંસ્થા એ કરી શકે કે રૂકાવટ કરતી સંસ્થાને અપ્રતિષ્ઠિત કરી શકે તથા સંસ્કૃતિનું સાતત્ય જાળવીને રૂઢિચુસ્તતાથી સંસ્થાઓને ઉગારી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com