________________
ર૬૦
તેમજ પ્રયોગનું તેજ વધાર્યું છે. અલબત સાધુ-સંસ્થાના અન્ય સભ્યોને
એ શું છે તેને આખે ખ્યાલ નથી; એટલે પ્રારંભમાં અનુબંધ વિચારધારા પ્રમાણે કાર્ય કરવાની ઘડ જરા મોડેથી બેસશે પણ નીડર બની નિસર્ગ–નિર્ભર થઈને જે સાધુસંસ્થાના સભ્યો આગળ આવશે તે તેઓ જરૂર એવું કાર્ય કરી બતાવશે જે તેમની ઉપયોગિતા સિદ્ધ કરી શકશે.
ઘર્મકાંતિના કાર્યમાં અવરોધરૂપ ન બને!
પૂ. દંડી સ્વામીએ કહ્યું: “અત્યારે સાધુસંસ્થામાં તકવાદી સાધુએ ઘણું ઘૂસી ગયા છે. એટલે સ્વ–પર કલ્યાણ કરનારાની સાથે સ્વાર્થ સાધનારા પણ ઘણું છે. તેથી સાધુ કાંતે સ્વાથી કે સ્વાદુ વધારે નજરે ચડે છે. કેટલાક તો ઝઘડે કરીને પણ ભાલ મલીદ સામેથી ભાગીને ખાય છે. કેટલાક ખુશામત પણ કરે છે. કેટલાક માગતા નથી ૫ણું મળે ત્યારે વધારે લઈ સંઘરી રાખે છે. ટૂંકમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને હોમનારા ઓછા છે બાકી તે કરમાં માળા અને માથે ગોપીચંદન ઘસીને નીકળનારા ઘણું છે.
આવી નિરાશાભરી દશામાં અને અંધકારમય દિશામાં, આ શિબિર પછી આપણને પૂરી ખાતરી થઈ છે કે હવે સાધુ-સાધ્વીઓ સમયને ઓળખીને જાગ્યાં છે અને પગલાં માંડવા આતુર છે, માત્ર તેમને થોડીક હુંફ જોઈએ. આજે આપણે એક સાથે ચાલી સમાજના સ્થિતિ ચૂસ્ત આગેવાનોને એટલું જ વિનવવા માગીએ છીએ કે આપ જાતે ચાલી ન શકો તે નબળાઇને એકરાર કરી, ભલે જ્યાં છે, ત્યાં અટકી જાવ પણ આ ભગીરથ ધર્મકાંતિનાં કાર્યોમાં અવરોધરૂપ તે ન જ બને નજ બને !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com