________________
૧૮૮
“સદાશુચિ: કારુહસ્ત” એ બે સૂત્રો પ્રમાણે જે અર્થની બાબતમાં પવિત્ર છે તેજ પવિત્ર છે અને શ્રમજીવીના હાથ સદા પવિત્ર છે–તે ન્યાયે ન્યાય–નીતિયુક્ત શ્રમજીવીઓને પ્રતિષ્ઠા આપવી જોઈશે.
ભૂતકાળમાં જેમ સાધુસંસ્થા રાજાઓને કરમાશી કે કર ઓછા કરવાની પ્રેસ્સ આપતી તેમ આજે પણ સાધુસંસ્થા રાજ્યને સક્રિય પ્રેરણા આપે તે પણ ઘણું કાર્ય થશે. કુમારપાલ રાજા ચંદ્રાચાર્યની પ્રેરણાથી, દુઃખીને દુઃખ નગરમાં જોવા જતો. એકવાર એક અપુત્રી બાઈને રડતી જોઈને તેણે કારણ જાણી, અપુત્રીક બાઈનું ધન જપ્ત ન કરવાનું તેમજ તીર્થયાત્રીઓ પાસે કર ન લેવાને તેણે કાયદો કર્યો. એવી જ રીતે બકરાં ઘેટો કસાઈને વેચીને જીવન-નિર્વાહ ચલાવતા એક ગરીબને જેઈ કુમારપાલે પશુહિંસા, દારૂ અને પરસ્ત્રીગમન એ ત્રણેને નિષેધ કરાવ્યો તેમ જ એના કારણે જેને નુકશાન થતું હોય તેનું વળતર તેને આપવાનું જાહેર કર્યું.
પણ, આજે સંદર્ભ બદલાયો છે. સાધુસંસ્થાએ તે મુજબ નવી દષ્ટિએ લોકો પાસે કરવેરા અંગે રજુઆત કરવી પડશે. રાજ્યને વધારે પડતા કરવેરા નાખવા પડે છે તેનું કારણું રાષ્ટ્રની રક્ષા માટે લશ્કર; સેના તેમ જ પોલિસ રાખવા પડે તે છે. તેનાથી બચવા માટે પ્રજાને તે અહિંસાની તાલિમ, શુદ્ધિપ્રયોગ, શાંતિસેના અને શાંતિરક્ષકદળ વાટે અપાય તેમજ અહિંસક ઢબે સુરક્ષા અને ન્યાયના પ્રશ્નો ઉકેલાય તે રાજ્યને મોટે ખર્ચ બચે અને કરવેરા ઓછા થઈ જાય. પ્રજા પણ હિંસાને ટેકો ન આપે. રાજ્યની પોતાની મર્યાદા છે, પણ સાધુસંસ્થા આ કાર્ય આર્થિક ક્ષેત્રે કરી શકે. મંદિરની કે સ્થાનકોની પ્રતિષ્ઠાને બદલે, વરઘોડા કે જમણોના કાર્યને બદલે આજે તે ઈષ્ટદેવની આજ્ઞાના પરિપાલન કરનારાં સંગઠનની વધારે જરૂર છે. આવાં નૈતિક સંગઠનેને સાધુસંસ્થા નીતિ-ધર્મની મૂડી આપી પિતાની ઉપયોગિતા સિદ્ધ કરે. આર્થિક ક્ષેત્રમાં આમ નીતિ-ન્યાય અને સત્ય-અહિંસાને પ્રવેશ કરાવવા અને પ્રમાણિક નૈતિક જીવન જીવવાની પ્રેરણું આપવા અવશ્ય જમ્બર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com