________________
૧૮૯
પુરુષાર્થ કરવા પડશે, પણ એકવાર એવા સમાજ માટેનું વાતાવરણ ખડું થતાં આર્થિક ક્ષેત્રની ઘણી વિષમતાઓ ઓછી થઈ જશે અને લોકો સુખી થઈ શકશે.
ચર્ચા-વિચારણું ધરમૂળથી નવો વિચાર : - શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “આજની સાધુસંસ્થા શ્રીમંત પાસે દાન કરાવે છે; અર્થક્રાંતિ સિવાયનાં વ્રત પણ લેવડાવે છે પણ, તેથી શું વળે? આર્થિક ક્ષેત્રને કમાણનું સાધન માની વેપાર વ્યવસાયના ક્ષેત્રે જે ભગીરથ કાર્ય કરવાનું છે તેને સાધુઓ ખ્યાલ કરતા નથી! એ તે સંસારનું કામ, એમાં અમારે શું? એમ સમજી અલગતા સેવે છે.
પણ, શ્રાવક શ્રાવિકાઓની ન્યાયસંપન્ન આજીવિકા નહીં હોય તે માર્ગાનુસારીપણું અને સમક્તિપણું કયાંથી પેદા થશે? તેમજ અનીતિ અને અન્યાયનું અનાજ ખાઈને માત્ર ધર્મોપદેશથી સંતોષ માની લેશે તે એમના પોતાના વિકાસના માર્ગનું શું થશે ? એટલે સાધુસંસ્થાના સભ્ય-સભ્યાઓ આટલી ગંભીરતા સમજે તો તેઓ આર્થિક સંસ્થાઓ સાથે નૈતિક સંગઠનોને ગોઠવી ભાવાત્મક એકતા જરૂર સાધી શકે; અને તે કામ ભગીરથ છે, તે માટે સાધુસંસ્થાની આજે જે મનોદશા છે તેમાં ધરમૂળને પલટ થવા જોઈશે.
આજે આખું અર્થ વિજ્ઞાન વિશ્વવ્યાપી બન્યું છે. દા. ત. આજે વિદેશની “કૉમન મારકેટ” પછાત રાષ્ટ્રોને વિચાર ન કરતાં, કેવળ પિતાના જ દેશને વિચાર કરે તો યંત્ર અને છત (વધારે) વગેરે કારણેસર શું થાય છે જેમકે અહીંના વેજીટેબલ (ઘી) ના ભાવ ઘટે તે કારખાનાં ખેટ કરવા માંડે અને મગફળીને ભાવ ઓછો થાય તે ખેડૂતોને ન પરવડે. એવી જ રીતે વિદેશોમાં ખાંડ અઢી આને રતલ મળતી હોય તે અહી ખાંડને ભાવ તૂટે-ગાળના ભાવ ગબડે અને પરિણામે શેરડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com