________________
૧૮૭
શુદ્ધ થાય છે. શુધને રહસ્યાર્થ ન્યાય, નીતિયુક્ત આહાર છે. એ સુતા આહાર માટે “નાયાણયાણું-કપાછું” એટલે કે ન્યાયથી પ્રાપ્ત એ કલ્પનીય (બત્રીશ દોષ રહિત) એવી ભિક્ષાનું વિધાન કરવામાં આવેલ છે. તે એમ સૂચવે છે કે અન્યાયીને ખોરાક લેવાશે તો સવશુદ્ધિ રહેવી મુશ્કેલ છે.
એવી જ રીતે અતિથિસંવિભાગ કે યથા સંવિભાગ વ્રતમાં, ઉત્કૃષ્ટ અતિથિ સાધુસાધ્વીઓને ગણવામાં આવ્યા છે તે પણ આજે ખૂબ વિચાર માગી લે છે. આચાર્ય હરિભદ્ર સાધુત્વની જવાબદારી પાલન ન કરનારાની શિક્ષાને પૌરુષદની ભિક્ષા કહી છે. પછી મધ્યમ અતિથિ શ્રાવકોને ગયા છે. આજે જે વ્રતબદ્ધ થઈને સમાજસેવાનું કામ કરશે, તેમનાં સંગઠનને મધ્યમ અતિથિ તરીકે ગણવા પડશે, તે જ શ્રેણિએ જધન્ય (સામાન્ય) અતિથિ તરીકે નીતિજીવી લકસંગઠનને લેવાં પડશે. આપણે સાધુસંસ્થાની શુધ્ધ (સુઝઝ) ભિક્ષા ઉપર જેમ જેમ ઊંડે. વિચાર કરતાં જશું તેમ તેમ સાધુસંસ્થા માટે ન્યાય, નીતિ અને પ્રમાણિકતાએ આજીવિકા પેદા કરતા સમાજનું નિર્માણ કરવાનો આદેશ ફલિત થાય છે. પૂ. આચાર્ય જવાહરલાલજી મ. સા.નું હંમેશા કહેવું થતું કે “શની ગોચરી ખાઈને ચિત્ત જેટલું, શુદ્ધ રહેવું જોઈએ તે રહેતું નથી અને તેની પછવાડે “આહાર તેવો ઓડકાર' એ ન્યાયે ગોચરીને આહાર પણ અન્યાય અનીતિનો હવે જોઈએ એમ માનવું રહ્યું.” સંગઠિત પ્રયાસ કરવા જઈએ :
આજે આર્થિક ક્ષેત્રને પવિત્ર રાખવા માટે નવેસરથી વિચાર કરવો પડશે. નીતિન્યાયના પાયા ઉપર પ્રામસંગઠને કે જનસંગઠને ઊભાં કરવાં પડશે અને આજનાં સંગઠનના યુગમાં સમાજમાં ચાલતાં શેષણ, અન્યાય કે બીજાં આર્થિક અનિષ્ટને અટકાવવા પૂર્વોકત જનસંગઠનો તળે ચાલતાં સહકારી મંડળીઓ, લવાદી મંડળ અને શુદ્ધિમંડળ વડે સંગઠિત રીતે પ્રયાસ કરવા પડશે. “યાર્થચિઃ સશુચિઃ” અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com