________________
૧૮૬ તેવી જ રીતે ધર્મક્રિયાઓ, ધર્મસ્થાનકો, સભાઓ, તત્સવ ઉજમણુઓ કે મંદિરની પ્રતિષ્ઠાઓમાં કે ઉસોમાં નીતિમાન અને ચારિત્ર્યવાનને પ્રતિષ્ઠા અપાવવી પડશે. વધારે પૈસા મેળવવાના લોભે અન્યાયી, અનીતિ કે અધમે કમાણુ કરતી વ્યકિતને પ્રતિષ્ઠા ન આપવી જોઈએ. એટલું જ નહીં ધર્મની સાથે, દાનની સાથે આવી વ્યકિતઓની શરતો પણ મંજૂર ન રાખવી જોઈએ; જે તે કર્તવ્યભાવે કે પ્રાયશ્ચિત ભાવે વગર શરતે કંઈપણ દાન કરે કે રકમ કાઢે તેજ તેને સ્વીકારવી જોઈએ. સાધુસંસ્થાએ તે નામના કે કામના માટે દાન કરનારને કદિ ધર્મના સ્થળે પુણ્યવાન કે ભાગ્યવાન વ. કહી બિરદાવતા કે આવકારવા જોઈએ નહીં. સાધુઓ જે એમ કરે તે સામાન્ય માણસને શેષણ, અન્યાય, અનીતિ દ્વારા ધન ભેગું કરીને ડુંક દાન કરીને પ્રતિષ્ઠા મેળવવાની ખોટી ધારણું પેદા કરાવે છે. એટલી કાળજી રહેવી જોઈએ :
એટલે જ મુનિશ્રી સંતબાલજીની પ્રેરણા દ્વારા ચાલતા ભાલનળકોઠા પગમાં પૈસા આપનારનું પાટિયું લગાડાતું નથી. જાહેરાત થતી નથી કે તેને મુખ્ય સ્થાન પણ આપવામાં આવતું નથી, આટલી કાળજી જો આજની સાધુસંસ્થા રાખે તે આર્થિક ક્ષેત્રમાં મહત્વની ક્રાંતિ કરી શકે.
કેટલીક વખત આવી રીતે કાર્ય કરનારને, સ્થાપિતહિતવાળા ધનિક વર્ગ પ્રતિષ્ઠા ન પણ આપે, તેમના દ્વારા પ્રેરિત સંસ્થાને આર્થિક સહયોગ પણ ન આપે, જાતે કષ્ટ પણ સહન કરવું પડે, આક્ષેપ સહેવા પડે, પણ એ બધું સહન કરીને જ ટકી રહેવું એમાં જ એમની વિશેષતા અને સાચી પરખ છે. સાધુસંસ્થા માટે તે દરેક પરિષહ-યાતનાઓ સમભાવે સહેવાનું સૂચવ્યું છે. તે સહીને તેણે અણિશુદ્ધ બહાર નીકળે અર્થપ્રધાન સમાજને સત્ય કહેવાનું છે. શુદ્ધ નેચરીનું પ્રયોજન :
એ માટે ભગવાન મહાવીરે “સઝતો” આહાર લેવાનું કહ્યું છે. સૂઝતો શબ્દ પ્રકૃતિના “સૂજઝ” શબ્દ ઉપરથી આવ્યો છે. જેને અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com