________________
કરી ચૂકેલો તે જોઈએ. તેજ પિતાની પ્રતિષ્ઠા અને પ્રાણના ભાગે તે બેય માટે સમસ્ત જીવનને ઉત્સર્ગ કરી શકે. આવો વર્ગ ગૃહસ્થ“ માંથી મળ બહુ જ મુશ્કેલ છે. ગૃહસ્થાશ્રમી ગમે તેટલો આગળ વધ્યો હશે છતાં એનામાં નિસ્પૃહતા, નિર્લેપતા કે નિષ્પક્ષતાની એક મર્યાદા રહેશે. એટલે જ આ કાર્ય માટે વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમને પસંદ કરવામાં આવ્યા. જીવનના પચાસ વર્ષ એટલે કે તે કાળ પ્રમાણે અર્ધા જીવનના અનુભવના આધારે, નિવૃત્તિ તરફ જતો વર્ગ એ કાર્ય કરી શકે. તેની પાસે જીવનને અનુભવ ખરે, લોકજીવનને ખ્યાલ પણ ખરે....એના જે સંશોધને હેય-સત્વસંશોધન હોય તેને લોકોએ અપનાવવાં જોઈએ. અને જીવનમાં કેળવવાં જોઈએ. જીવનસંશોધન જ નહીં પણ એથી આગળ પિણ ભાગના જીવન પછી સમષ્ટિ સાથે તે ઓતપ્રોત થઈ જગતના જીવનના સુખદુઃખની પ્રતિક્રિયા પોતાના ઉપર અનુભવે એ માટે સંપૂર્ણ સન્યાસને સ્થાન આપવામાં આવ્યું !
જે બ્રહ્મચર્યાશ્રમ કે ગૃહસ્થાશ્રમ વડે જ સંપૂર્ણ જીવન અને સમુન્નત જીવનની કલ્પના સાકાર થતી હોય તો વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ ઊભો ન કરાત. બ્રહ્મચર્યાશ્રમને પણ સત્તશુદ્ધિ અને ગુણવૃદ્ધિનું કામ ન સોંપવામાં આવ્યું કારણ કે ઉમ્મરના પ્રમાણે અનુભવ વગર સત્વશુદ્ધિ અને ગુણ વૃદ્ધિનું કાર્ય અધૂરું ગણત. એટલે વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ એ બન્નેમાંથી જે પ્રશસ્ત સમુદાય ઊભો થયો તેને સાધુ-સન્યાસી તરીકે ઓળખવામાં આવ્યા.
હજારો વર્ષથી રાષ્ટ્ર અને સમાજ આવા સાધુ-સન્યાસીઓ પાછળ લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. એમની સેવાભક્તિ કરે છે, એમને પોતાની વહાલામાં વહાલી વસ્તુ અર્પવા તૈયાર થાય છે એનું કારણ એક જ છે કે તેઓ સમાજ-સુધારવાનું, માનવજીવનને નીતિનિયમનમાં રાખવાનું અને સમાજની નૈતિકચેકીનું, બગડેલા અનુબહેને સુધારવાનું, તૂટેલાને સાંધવાનું મહત્વનું કાર્ય કરે છે. જો કે આજે એ વર્ણાશ્રમ વ્યવસ્થા નથી રહી, આયુષ્ય પણ ઓછાં થઈ ગયાં છે પણ એણે સત્વશુહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com