________________
સંશોધન અને સગુણદષ્ટિ માટે જે સાધુ-સન્યાસી વર્ગની ભેટ કરી છે, તેનું મહત્વ આજે પણ એટલું જ છે. એ કાર્ય ગૃહસ્થ કે બાળકોથી થાય એ માનવું વધારે પડતું છે. , પાશ્ચાત્ય જગત અને સાધુ સમાજ:
આ હિંદમાં આવ્યા તેમ તેમની એક શાખા યુરોપ તરફ પણ ગઈ. ત્યાં અગાઉ પુરોહિતનું એક વિશિષ્ટ સ્થાન હતું. પણ ભારતની વ્યવસ્થિત સાધુ પ્રણાલિકાની જેમ ઈસા મસીહ પછી ત્યાં પણ સાધુસમાજનું સ્થાન, રશિયા અને સામ્યવાદી દેશે સિવાય દરેક ઠેકાણે મહત્વનું રહ્યું છે. એક વ્યવસ્થિત સેવાભાવ અને ધર્મપ્રચારની ભાવનાથી પ્રેરાઈને આજે ઇસાઈ મિશનરીઓ કાર્ય કરે છે. જેન બૌદ્ધ સાધુસંસ્થાને બાદ કરીએ તો કેવળ ઇસાઈ સાધુ સમાજમાં સાધ્વીઓ જોવા મળે છે. બૌદ્ધ ભિક્ષુઓ અને એશિયા:
ભારત સિવાયના એશિયાના બાકીના ભાગમાં છેલ્લા દાયકા સુધી બૌદ્ધ ભિક્ષુઓનું વર્ચસ્વ હતું. ચીન, જાપાન, ઈન્ડોચાયના, બર્મા, મલાયા અને શ્રી લંકા તરફ એટલે પૂર્વ – અગ્નિ એશિયાના પ્રદેશમાં લગભગ બૌદ્ધ ભિક્ષુઓનું વર્ચસ્વ હતું. ચીનમાં અને અમુક અગ્નિ-પૂર્વના પ્રદેશોમાં સામ્યવાદી આક્રમણ ચાલુ થતાં ત્યાંથી સાધુ સમાજ ઉઠતો જાય છે.
એવી જ રીતે મુસ્લિમોમાં મૌલવીઓને સર્વ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો દરેક દરેક પ્રજામાં એક યા બીજી રીતે સાધુચરિતેને સર્વ પ્રથમ અને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે.
પણ, આજે સાધુ સંસ્થા સામે મોટામાં મોટો ભય સામ્યવાદ અને પછી ભૌતિકવાદ પેદા કર્યો છે અને બંનેને આધાર ભૌતિકવાદ ઉપર રહીને લોકો એ ભૌતિક સુખો માટે ધમથી વેગળા થઈ સ્લા છે. અહીં એ પ્રશ્ય વિચારવાનો નથી, પણ આ પ્રક્રિયાથી લેકમાસ રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com