________________
વિચિત્ર મગજના હતા. એક અળખામણ હતો ને બીજો રીસાતે હતે. ત્રીજે હો મારકણે. એની મા મરી ગયેલી અને બાપ હો પિલિસ પટેલ. બાપે દીકરાને કહી રાખેલું. “મારી પાસે તારે ફરિયાદ લઈને ન આવવું. તારી ફરિયાદ ભલે બીજા લોકો લાવે!” એટલે તેનો હાથ બહુ ઉપડત. ચોથ છેક ચેરી કરતો હતે.
ચેરે વાત થયેલી મે છોકરીઓને કહ્યું: “ચાલો મારે ત્યાં!” છોકરાએ ગભરાયા. મેં કહ્યું: “ગભરાઓ નહીં! આપણે વાત કરશું.”
Bકરાઓ મારી સાથે ચાલ્યા. પહેલાં તો ખૂબ ડરતા પણ હું વાર્તા સિવાય કાંઈ નથી કરતો જાણીને તેમને ડર ઓછો થયો. હું વાર્તા કરું અને છોકરાઓને ગમે એમ કરતાં કરતાં રાત્રે મારે ત્યાં સુવા પણ લાગ્યા. મેં તે નિર્ચા જ વાત્સલ્યને પ્રયોગ આદર્યો. ૧
ધીમે ધીમે એ છોકરાઓ શા માટે બદનામ હતા તે પણ જાણી લીધું. કોએ મળીને તેમને ખૂબ માર માર્યો હતો તે પણ જાણ્યું. એ છોકરાઓમાં એક કુટેવ હતી. છોકરીઓ જાજરૂ જાય તેની પાછળ જતા. છોકરાઓ નાના હતા અને બાળક કેમ જન્મે તેની જિજ્ઞાસા. તેમને હતી. આ જિજ્ઞાસાએ તેમને ગામમાં બદનામ કર્યા હતા. મારી પાસે કરાઓએ સહેજ સંકોચ સાથે આ વાત કરી. બાળમાનસ ઉપર કેવા વિચિત્ર સંસ્કાર પડેલા હોય છે, તેને આ દાખલો છે. એકવાર એક “ગાને વાછરડું જન્મતું દેખાડયું એટલે તેમની કુતૂહલવૃત્તિ શમી ગઈ અને પેલી કુટેવ ભૂલી ગયા.
એ ચાર છોકરાઓમાંથી ત્રણને તો “મા”નું વાત્સલ્ય જ મળ્યું ન હતું. મારા વાત્સલ્ય પ્રોગમાં તેમને તે અહીં. મળ્યું. પાછળથી એ જ છોકરા પૈકીના આજે ત્રણ તે સારા કાર્યકર્તા થયા છે..
ત્યારબાદ ગામે રાજ્ય પાસે નિશાળ માંગી; જે રાજો આપી. આજે ૨ થી ૧૦ સુધીની શાળા ચાલે છે. છે. અલબત્ત બહેનેમાં આથીયે વધુ સફળતા મળે એમ લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com