________________
સંતાન ને ધારણ કરનારી શકુંતલા પેલી નદીના કિનારેથી જ પાછી વળે છે. કણ્વઋષિને તેની ખબર પડે છે અને તે આવી તોડાયેલી પાલક દીકરીને પણ પાછી લઈ આવવા જાય છે. તેમને આશ્રમ, સમાજ કે પ્રતિષ્ઠાને ભય હેતો નથી. પણ શકુંતલા એ બાપને નીચું જોવડાવવા ઈચ્છતી નથી એટલે તે પિતાને રસ્તો શોધી લે છે. આગળ ઉપર શકુંતલા વનમાં પુત્રને જન્મ આપે છે જેનું નામ “ભરત' રાખવામાં આવે છે. આ તરફ દુષ્યત રાજાને માછીમારની પાસેથી માછલીમાંથી પેલી મુદ્રિકા મળે છે અને તેને શકુંતલાનું સ્મરણ થાય છે. તે બધે તપાસ કરાવે છે પણ શકુંતલાને ક્યાંયે પત્તો લાગતો નથી. અંતે ઘણા વર્ષો બાદ સ્વર્ગલોક તરફ જતાં અનાયાસે પતિ-પત્ની તેમજ પુત્રને મિલાપ થાય છે.
અહીં કરવઋષિના દાખલા વડે જવાનું છે કે વિશ્વ વાત્સલ્યને સાધક કપરા પ્રસંગમાં પણ ધીરજને ગુમાવત નથી; સિદ્ધાંત માટે પ્રતિષ્ઠા અને પરિગ્રહને પણ જતાં કરવામાં સંકોચ અનુભવ કરતા નથી.
આજના જગતના પ્રવાહે જેમાં વિશ્વ વાત્સલ્ય ને જગતમાં ફેલાવવાનું છે. તે એકમાત્ર વ્યકિતથી નહીં થાય. એકલા હાથે કોઈપણ મહાપુરૂષે વિશ્વ વાત્સલ્યને સાધ્યું નથી. જેટલા તીર્થકરો, પયંગબરો કે અવતાર થયા તેમણે સર્વપ્રથમ અને પિતાનામાં પ્રગટાવ્યું અને પછી તેમણે એને સમાજમાં રેડીને, આ કાર્ય સાધ્યું છે. હાથ જો કે શરીરનું મહત્વનું અંગ છે છતાં તે બીજા અંગો સાથે જોડાયેલા છે. જે ભૂજાનું બળ મળે, પેટ દ્વારા અન્નથી શક્તિ મળે, પગ વડે ગતિ મળે, તોજ હાથ કોઈ કાર્ય કરી શકે, તેમાં પણ આંખ બરાબર જોઈ લે ત્યારે જ તે પાર પડે. એવી જ રીતે વિશ્વપાત્સલ્યને વિશ્વમાં ફેલાવવા માટે સમાજના દરેક અંગોએ મળીને કાર્ય કરવાનું છે અને તેજ તે ઝડપથી થઈ શકશે.
એક વસ્તુ જરૂર વિચારવાની રહે છે કે વિધવાત્સલ્યના બને પાસાંઓની જાગૃતિ રહેવી જરૂરી છે. નહીંતર તણાઈ જતાં વાર નહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com