________________
લાગે. જે માત્ર નિવૃત્તિ કે ઉદાસીનતા રાખવામાં આવે તો સ્વાર્થ, ઘણું, અહકાર વગેરે દોષ પસી જાય; અને જે માત્ર પ્રવૃત્તિ જ રાખવામાં આવે એટલે કે આત્મીયતાજ રાખવામાં આવે પણ આત્મીયતા વખતે દોષ કે અનિષ્ટો તરફ સાવધાની ન રાખવામાં આવે કે જાતે સાવધાન ન રહે તો મોહમાં તણાઈ જવાનો ભય રહે છે. એટલે ઘણું સ્વાર્થ, અહંકાર વિ. દેષોની નિવૃત્તિ સાથેની આત્મીયતાની પ્રવૃત્તિ એ બન્ને પાસાંઓ સાથેનું વિશ્વ વાત્સલ્ય સંપૂર્ણ, પ્રેરક અને ફળદાયી બનશે.
મુક્ત ચર્ચા અને ચિંતન વાત્સલ્ય વિકાસ પધ્ધતિની ત્રિવેણી
શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું –
મેં માલપુરાનું કામ ગોઠવવા માંડયું અને ત્યાં અન્યાયના પ્રતીકારના પ્રશ્નો આવ્યા. મુરબ્બી નાનાભાઈએ કહ્યું કે ખેડૂત સંગઠન એક ગામનું ન હોય. એટલે ખેડૂત-શ્રેયસાધક મંડળના થોડા સભ્યો વધારવા હું મોરબી તરફ ગયો. ત્યાં કપાસ લોઢવાની રાજ્યની મનાઈ હતી. કપાસના ભાવ પણ બાંધેલા ભાવ કરતાં વધારે થાય તો તે વધારાના પચાસ ટકા રાજ્ય કરરૂપે લઈ લેતું. એટલે ત્યાંના એક કાર્યકર ગોકુલભાઈએ એક સંમેલન કર્યું. તેમને રાજ્ય પકડી લીધા. હું મોરબી પહેઓ કે મને ગામડામાં જવાની ના પાડે !
મેં નાનાભાઈની સલાહ માગી : “શું કરવું?”
નાનાભાઈ ભટ્ટે કહેવડાવ્યું : “અત્યારના સંગોમાં પાછા આવવું, પણ રાજ્યની આજ્ઞા ભાંગવી નહીં !”
આ પછી મેં મોરબીની પ્રાર્થના સભામાં જ વાત કરવી શરૂ કરી. ખેરાણા ગામના ત્રીશ ખેડૂતોએ ઉપવાસ એટલા માટે માંડયા કે
માટલિયા અમારી વાત સાંભળવા આવ્યા છે તે રાજયે અમને છૂટ આપવી ! ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com