________________
“હું રાજ્ય નથી ઈચ્છત કે નથી સ્વર્ગ ઈચ્છત મને મોક્ષની પણુ લાલસા નથી. દુઃખથી સંતપ્ત પ્રાણીઓના દુ:ખને નાશ કરું એ જ મારી ઇચ્છા છે. * આવી હતી રંતિદેવની વિધવાત્સલ્યની સાધના ! તેઓ એક ક્ષેત્રમાં કામ કરતા હતા છતાં પ્રાણીમાત્ર પ્રત્યે વાત્સલ્ય રેડવા તેઓ આતુર હતા. તેઓ કટીએ ખરા ઊતર્યા દુકાળ મટ. રાજાનાં પારણું થયા.
આમ વિશ્વ વાત્સલ્યની સાધના માં જગતની ચિંતા પિતાની બની જાય છે. વ્યકિતત્વનું વિસર્જન સમષ્ટિમાં થઈ જાય છે. એ જ અદ્વૈત સાધના છે. એ જ આત્મૌપમ્ય છે. “આત્મવત્ સર્વ ભૂતેષુ”ની સક્રિય ભાવનાનું રૂપાંતર છે. ક્રમે કરી વાત્સલ્યને સમાજ વાત્સલ્ય તરફ રેડી. તેની પૂર્ણતા વિશ્વ વાત્સલ્ય રૂપે સમષ્ટિ સાથે આત્મીયતા પ્રગટાવવામાં રહેલી છે.
ચર્ચા અને મુક્તસહચિંતન મપુત્ર' કોણ?
આજની ચર્ચા શરૂ કરતાં શ્રી દેવજીભાઈએ મહાભારતને દાખલે ટાંક્તાં કહ્યું : “શકુંતલાના પુત્ર ભરતને ત્રણ રાણીઓથી દશ પુત્ર થયા. પણ તે પૈકીના એકેય રાજ્ય સ્થાન માટે લાયક ન નીવડ્યા એટલે એમના મનમાં વિચાર આવ્યો કે “અપુત્ર વિનંતિ” એમ શાસ્ત્રો કહે છે. એટલે કે પુત્ર તો જોઈએ પણ તે ચારિત્ર્યશીલ અને સુયોગ્ય જોઈએ. ભરદ્વાજજીએ પેતાના શિષ્ય ધૌમ્યને સમાજ આગળ પુત્રરૂપે ધર્યો એટલે એક નવું સૂવ નીપજ્યુઃ “બ્દ (વીર્યજ સંતાન) કરતાં નાદ' (નાદજન્ય સંતાન) વધુ ઉત્તમ છે. ભગવાન બુદ્ધ અને મહાવીરે એ રહસ્યને વધારે પ્રગટ કર્યું કે ચારિત્ર્ય અને ઊંચા વિચારથી જેઓ આકર્ષાઈને સંયમ માગે અનુસરે અને સંયમમાગને પ્રચાર કરે તે જ સાચાં સંતાને !.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com