________________
૩૮
કહે !” રાજાએ આશ્વાસન આપતાં કહ્યું. * “મહારાજ, મારી ભૂખને પ્રશ્ન હોત તો હું મરી ગઈ હતી પણ, મારો એકને એક લાલ એક કેળિયા માટે તરફડે છે. તેનું દુઃખ જોયું ન ગયું અને હૃદય હાથમાં ન રહ્યું એટલે લથડાતા પગે પણ અહીં આપના દ્વારે આવી પહોંચી !” બાઈએ કહ્યું. - રાજા રંતિદેવ બેલ્યા : “બાઈ ગભરાઈશ નહીં! હું તે તારી શ્રદ્ધાને દગો આપનાર નથી. લે આ રોટલી અને તારા બાળકનું કાળજુ તાજુ કર !”
અંતરના આશિષ આપતી બાઈ રોટલીને ટુકડે લઈને ત્યાંથી જાય છે. પ્રધાન મન મારીને રહી જાય છે અને પાણીનો ઘૂંટડે પીવા રાજાને કહે છે. રાજા જેવો ઘૂંટડે ભરવા જાય કે એક ચંડાળ પ્રજો પગે દાખલ થાય છે! રડતો રડતે મહારાજના ચરણોમાં નમી પડે છે.
મહારાજ પૂછે છે: “ભાઈ તને શેનું દુઃખ છે? તું શા માટે
ચંડાળ કહે છે: “મારું એકનું એક સાથીદાર કુતરૂં આજ સુધી મારા સુખદુ:ખમાં સાથે રહ્યું. આજે ચાર દિવસથી એક ટીપું પાણી તેના ગળા નીચે ગયું નથી. તે તરફડતું-તરસતું મારી ઝૂંપડી બહાર પડ્યું છે. તેનું દુઃખ ન જોયું ગયું એટલે હું આપની પાસે દોડી આવ્યો !”
રંતિદેવ કરૂણાપૂર્ણ આંખોથી કહે છે : “લે ભાઈ, આ પાણીને પ્યાલો ! તારા સાથીને પાઈને તેને સંતોષ આપ!” *
આવી હતી રંતિદેવની વિશ્વ વાત્સલ્યતા ! તેમણે પ્રાણીમાત્ર સાથે આત્મીયતા સાધી વિશ્વનું દુઃખ પિતાનું માની લીધું હતું. તેમના અંતરમાંથી એ જ નાદ ગૂજતો હતે –
नत्वहं कामये राज्यं, न स्वर्गनापुनर्भवम् । कामये दुःख तप्तानां प्राणिनामातिनाशनम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com