________________
રહી છે. પ્રજા માટે આપ કેટલી બધી ચિંતા રાખી બધું કરી છૂટયા. રાજ્યભંડાર ખુલ્લું મુકી દીધે, મહેલની બધી વસ્તુઓ વેચી નાખી, એટલું જ નહીં ભૂખ્યાને અન્નજળ મળે તે માટે જાતે ઉપવાસ પણ ર્યા હવે કોઈ ઉપાય બાકી રહ્યો નથી. આપે બન્યું તે કર્યું. હવે તે પારણું કરો ! ”
એટલામાં મહેલની બહાર પ્રજાજનેએ પિકાર કર્યો : ય થાવ મહારાજા રતિદેવને મહારાજના ઉપવાસને અંત જલદી આવો ! લાખે મરે પણ લાખોના પાલનહાર ન મરે!”
તે સાંભળી મુખ્ય પ્રધાને કહ્યું : “મહારાજ ! આપે પ્રજાને પિકાર સાંભળ્યો ! પ્રજાના આ પિકારને પ્રજાવત્સલ રાજા શી રીતે અવગણી શકે ! હવે તે આપે પારણું કરવું જ રહ્યું. આપ પ્રજાને કોળિયો ઝૂંટવીને તે અન્ન લેતા નથી ! આ તો તમારી વહાલી પ્રજાની આજીજી છે. તેને કઈ રીતે અવગણી શકશે !”
ત્યારે રાજાએ કહ્યું: “ઠીક પ્રધાનજી! જ્યારે સહુને આટલો આગ્રહ છે તે હું મારી પ્રજાને સામાન્ય માણસ મેળવી શકે એટલું અન્ન અને પાણી લઇશ!”
પ્રધાને કહ્યું : “આપે મહા કૃપા કરી મહારાજ ! આ બટક રોટલો અને થોડું પાણી આપના પારણા માટે હાજર છે !”
મહારાજે પૂજતે હાથે રોટલીને ટુકડે તેડવા જાય છે કે લથડિયાં ખાતી એક બાઈ ત્યાં આવે છે. બાઈને પાછી ફરવા પ્રધાન ઇશારે કરે છે પણ મહારાજ તેને અટકાવીને પૂછે છે: “બોલ ! બાઈ તારે શું કહેવું છે ?”
બાઈ બોલી : “મહારાજ! મારી ભૂલ થઈ કે આજે આપ જેવા પ્રજાવત્સલ રાજા પારણું કરે અને હું આવી !”
બાઈ! તું ગભરા નહીં ! જે કાંઈ કહેવું હોય તે સુખેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com