________________
જંગલમાં રહેતા હતા. ત્યાં જંગલમાં જે અનાજ થતું તેના કણે વીણું વીણીને તેઓ જીવનનિર્વાહ કરતા અને અપરિગ્રહ અને સંયમથી રહેતા. એક વાર એક રાજા તેમને શાલ વ. ભેટ આપવા આવ્યો પણ તેમણે
મને જરૂર નથી!” કહીને સ્વીકારવાની ના પાડી દીધી. . કેટલાક લોકો કહે છે કે વિશ્વ વાત્સલ્યની સાધનામાં અહિંસા કર્યો આવે છે? કારણ કે અહિંસા એટલે તે હિંસા ન કરવી; એ અર્થ છે. ખરૂં જેવા જોઈએ તો અહિંસાની બે બાજુઓ છે!-(૧) નિષેધાત્મક અને (૨) વિધેયાત્મક. અહિંસાની નિષેધાત્મક બાજુને લઈને તેને એકાંગી બનાવી દેવામાં આવી છે. એટલે જ અહિંસાની વિધેયાત્મક બાજુ ઉપર ભાર મૂકવો પડશે. આ વિધેયાત્મક અહિંસા એટલે જીવનું સંરક્ષણ કરવું. સેવા કરવી, સહાનુભૂતિ બતાવવી, વિકાસ કરવો અને એ અર્થમાં વિશ્વવાત્સલ્યને લેવામાં આવ્યો છે એટલે વિશ્વ વાત્સલ્યની સાધનામાં અહિંસા આપોઆપ આવી જાય છે. એટલું જ નહીં નિવૃત્તિ અને પ્રવૃત્તિ બન્નેને પણ સમાવેશ વિશ્વ વાત્સલ્યની સંપૂર્ણતામાં થઈ જાય છે.
વિશ્વ વાત્સલ્યની શ્રેષ્ઠ સાધનાને દાખલો મહારાજા રંતિદેવના જીવન ઉપરથી મળી શકે છે. તેઓ પ્રજાવત્સલ રાજા હતા. એકવાર તેમના રાજ્યમાં દુકાળ પડ્યો. રાજા રંતિદેવ મહેલના આંગણામાં બેઠા બેઠા વિચાર કરે છે : “ રાજ્યમાં દુષ્કાળ પ્રર્વતતો હોય ત્યારે હું સુખે કઈ રીતે ખાઈ-પી શકું? રાજ્યને દરેક પ્રાણી મારો આત્મીય છે. પ્રજા તો મારી સંતતિ છે. તે ભૂખી તરસી રહે તે હું કેમ ખાઈ-પી શકું ?” રાજ્યના પીડાતા જીવોને જોઈને રાજાની ભૂખ અને તરસ બન્ને ઊડી ગયાં છે. એક પછી એક એમ કરતાં ૪૮-૪૮ દિવસના રાજાને ઉપવાસ થયા છે. તે છતાં તેમને પ્રજાની જ ચિંતા છે.
તે વખત મુખ્ય પ્રધાન આવીને રાજાને અરજ કરે છે: “મહારાજ. ૪૮ દિવસના ઉપવાસ થવા આવ્યા છે. આપની જીવનશકિત ઘટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com