SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] વિશ્વ વાત્સલ્ય વિચારની વિશેષ જવાબદારી –શ્રી દુલેરાય માટલિયા [ ર૦-૧૧-૬૧] અત્યાર સુધી મુખ્યત્વે વિશ્વાત્સલ્યની અને તેના અનુસંધાનમાં સર્વોદય અને કલ્યાણરાય અંગે વિશદ્ છણાવટ થઈ ચૂકી છે. આજે તો સર્વોદય કલ્યાણરાજ્ય અને વિશ્વ વાત્સલ્ય એ ત્રણેના કાર્યકરો નોખા ખા સંપ્રદાયના થઈ જતા હેઈ, એમની વચ્ચે એકતા ન થતી હોય એ આભાસ થાય છે. રચનાત્મક કાર્યોને સર્વોદયવાળા અમૂક દષ્ટિએ વિચારતા હોય છે ! ત્યારે કલ્યાણરાજ્યવાળા રાજ્યની દષ્ટિએ વિચારતા હેય છે. વિશ્વ વાત્સલ્યવાળા એ બંનેને સાંકળવાન-ભેગા ગોઠવવાને પ્રયત્ન કરે છે. સાથે કેમ ભળવું ? ભેગા કેમ થવું? એ આજને અગત્યને પ્રશ્ન બની ગયો છે. એને અર્થ એ નથી કે ત્રણે વિચારો આથડીને ઓછાં થઈ જાય. પણ, ત્રણેને ગોઠવનાર કોઈ બળ હોવું જોઈએ. ભૂતકાળમાં આવું બળ ગાંધીજી હતા. ગાંધી-વિચાર જ એ ત્રણેયનું કેન્દ્ર બન્યું છે. ગાંધી વિચારને ઝીલનાર ત્રણ બળો છે : (૧) જવાહરલાલ નેહરુ (૨) વિનોબાજી (૩) તેમ જ અન્ય સંસ્થાઓ. વિશ્વશાંતિ માટે સતત પુરૂષાર્થ કરનાર પં. નેહરૂ છે અને તેમને સમર્થન આપનાર આ દેશમાં કેંગ્રેસ છે. કોંગ્રેસે જવાહરલાલજીના બધા જ વિચારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy