________________
૩૭૮
અકળાવે છે ખરી, પણ હતાશ બનાવતી નથી. કારણકે કેગ્રેસને અમે સમાજનું અનિવાર્ય અંગ માનીને, જનસંગઠનનું રાજકીય માહત્વ આપીને અમે ચાલીએ છીએ. તેથી શુદ્ધ રામસંગઠનનાં માણસે તેમાં એકલી એકબાજુથી એને સંગીન-મજબૂત કરીએ છીએ તે બીજી બાજુ પ્રાયગિક સંધ અને ક્રાંતિપ્રિય સાધુવર્ગ દ્વારા આંચકા આપી તેને શુદ્ધ બનાવી આગળ ધકેલીએ છીએ. કારણકે એકલી રાજ્ય સંસ્થા પાસે દંડશક્તિ અને કાનન સિવાય ખાસ કશો દમ ન હોય તે સ્વાભાવિક છે. સદભાગે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોંગ્રેસે આ દેશની સક્રિય તટસ્થ નીતિની સુદર છાપ પડી છે. હવે પંડિતજીના બદલે આખીયે કેમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતી થાય તે માટે બાલનળકાંઠા પ્રયોગ કેગ્રેસ પાસેથી આર્થિક, સામાજિક, શિક્ષણવિષયક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને બજે જનતા અને જનસેવકો ઉપર નાખવા માગે છે. જો આ રીતે રાજ્ય-શુદ્ધિના સંદર્ભમાં સંસ્થાઓ દ્વારા લોકનીતિ ઘડાશે તેજ સુંદર કાર્ય થશે. એટલે હવેનું કામ વ્યક્તિનું નથી, સંસ્થાઓનું છે અને તે પણ ઘડાયેલી શુદ્ધ સંસ્થાઓના અનુસંધાનમાં રહી સૌએ પાર પાડવાનું છે.
શ્રી દંડી સ્વામી : “ ફૂલજીભાઈએ અબુભાઈની જેમ આ શિબિરમાં આવી પિતાના અનુભવે આ અનુબંધ ઘારાના વિચારે પચાવીને જે છાપ પાડી છે તે નવી ચેતના અર્પે છે. સંઘર્ષોને સાથી તે લેનેતા - શ્રી દેવજીભાઈઃ “પાયાના એક ગ્રામ્યજન તરીકે ફૂલજીભાઈની છાપ એ દષ્ટિએ અંબુભાઈ કરતાં યે આપણું ઉપર વધારે પ્રભાવ પાડે છે. બીજું આપણે જ્યારે વિનોબાજીના અને સંતબાલજીનાં કાર્યો વિષે વિચાર કરી છીએ ત્યારે મને કૃષ્ણ અને વિદુર યાદ આવી જાય છે.
આ ઉપમા કેવળ લાગુ કરવા માટે નહીં, પણ સમજવા માટે મૂકી શકાય, શ્રી કૃષ્ણ તે યુગના બધા પ્રશ્નો સાથે ચાલીને બધા પ્રશ્નોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com