________________
૩૭૯
ઉકેલ રચનાત્મક રીતે બતાવે છે ત્યારે વિદુરજ તત્ત્વની રીતે જ બધા પ્રશ્નો છણે છે, પણ ઉકેલનું કામ કરતા નથી. એથી જ અનેક જોખમ અને વાવટોળ વચ્ચે જે જનતાની સાથે રહે છે તે યુગપુરૂષ આપોઆપ બની જાય છે. બીજા પુરૂષ, તત્વચિંતક કે ભક્ત કટિના શિરોમણું રહે છે, તેમાં અને ખાસ કરીને ભક્તોમાં કોમળતા કરૂણ વ. નમ્ર ગુણ હોય છે પણ વાવટોળ વચ્ચે દઢતા. અહિંસા, પ્રતિકાર વગેરે બીજ પાસાનાં ગુણે સાવ નહીંવત હોય છે. આને અર્થ એ નથી કે વ્યક્તિગત રેગ્યતામાં ભક્તો કે તત્વચિંતકો ઓછાં અદકાં હોય છે. સંભવ છે કે વિદુર ભકિતની રીતે કૃષ્ણ કરતાં આપણને વધુ પ્રેરણાદાયક બને; પણ
જ્યારે સમાજ અને સમષ્ટિના અનુસંધાને આ બધી વાતો લઈએ છીએ ત્યારે સર્વાગી દૃષ્ટિએ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીરને લેવા પડે છે. તેમ આ યુગે ગાંધીજીના સંદર્ભમાં આ બધું જોતાં અનુબંધ વિચારધારા અને ભાલ નળકાંઠા પ્રયોગને લેવો પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com