________________
હેય અથવા નાના અનિષ્ટને વિરોધ તરત સક્રિય કરતાં, મોટું અનિષ્ટ એ વિરોધને પિતાની તરફેણમાં લઈ જાય એ પણ સંભવ છે. ત્યાં વિરોધની સક્રિયતામાં વાર લાગી શકે અથવા મૌન રૂપે વિરોધ થાય એ પણ જુદી વાત છે. પણ માધ્યસ્થભાવ કેવળ વિરોધી નથી તે સમજાયું.
એવી જ વાત મૈત્રીભાવની છે કે તે દરેક સાથે ન બાંધી શકાય. અવન્તિ મવેબ્યુ ક્ષતિન –એટલે કે સગુણના સલ્લુણને લીધે તેને પક્ષપાત થાય, અને દુર્ગણી હોય તે તેની સાથે પ્રેમથી લડાય પણ ખરું. એવું જ મેદભાવનું છે કે તે કેવળ ગુણ વ્યક્તિ તરફ જ નહીં, ગુણી સંસ્થા પ્રતિ પણ પ્રગટ થઈ શકે. કરૂણ પણ ઉપકારની રીતે નહીં પણ કર્તવ્યભાવે થવી જોઈએ. એ બધી વાત જાણીને ખૂબ આનંદ થયો. વેલફેર સર્વોદય અને વિધવાત્સલ્ય
માટલિયાજી –(શબ્દની સંપૂર્ણ છણાવટ કર્યા બાદ ) મૂળે તો પુરોહિત અને પંડા વ.ના “ધર્મના નામે અંધવિશ્વાસ ની સામે બંડરૂપે રાજ્ય ક્રમે ક્રમે બધી બાબતો પચાવી પાડી. પ્રજાને પ્રથમ તે એ ગમે કે ભલે બધું રાજ્ય કરે. પણ પાછળથી પ્રજાને એ ગમતું નથી.
ડેન્માર્કમાં બચ્ચાં અને વૃદ્ધોની જવાબદારી રાજ્ય ઉપાડી લીધી છે. તે માટે પચાસ ટકા કરવેરે ઉઘરાવી લેવામાં આવે છે. નાનાભાઈ અને મનુભાઈ પંચોલી ત્યાં પ્રવાસે ગયા ત્યારે આ અંગે પૂછવાથી વૃદ્ધોએ કહ્યું -“બીજુ બધું તે ગમે પણ અમારાં બાળકો સાથે રહીને જે વાત્સલ્યની આપ-લે થવી જોઈએ તે થતી નથી.”
ટુંકમાં રાજ્ય બધી વસ્તુઓ હાથમાં લે એ યોગ્ય નથી અને કલ્યાણરાજ થાય તોયે વાત્સલ્ય તો આવે નહીં. એ આ દેશની સંસ્કૃતિને અનુકૂળ પણ નથી. તે છતાં ૧૯૩૦ થી આ અગે પ્રયત્ન થઈ રહ્યો છે.
સર્વોદય વિચાર વિનોબાજીએ રજૂ કર્યો છે. તેમાં જનશક્તિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com