________________
*
૨૧
તર વધીને તેની પ્રતિષ્ઠા કરે છે ત્યારે સાધકે તેની ઉપેક્ષા ન કરતાં, તેનો એક રીતે વિરોધ કરવો જોઈએ કે જેથી આવા માન-પાન કે પ્રતિષ્ઠા પ્રતિ લોક-માનસ ઉપેક્ષા કરે. એને બદલે જે તે સાધક ઉપેક્ષા રાખે કે મારે શું ! તે, એ અનિષ્ટને પ્રસાર થાય અને દાનનું મહત્વ ન રહે. પણ એ એક પ્રકારને વેપાર બની જાય કે હું તમને આટલા રૂપિયા આપું એના બદલે તમે મને આટલી પ્રતિષ્ઠા આપો ! પછી ક્યાં રહી કરુણા કે મદદની ભાવના !
- એક બીજી ભ્રામક વિચારણું ઘણી વાર રજૂ થાય છે કે જે એમ દાતાઓના ગુણગાન ન ગાઈએ તે બીજા ક્યાંથી આગળ વધે ! એક વસ્તુ તો નિતાંત સત્ય છે કે તે કમાઈને દાન આપે કે ન આપે; તેની સાથે ધન હમેશાં રહેવાનું નથી. તેના બધા ધનને સંપૂર્ણ ઉપભોગ પણ કરી શકવાને નથી; અને તેને જે જરૂર કરતાં વધારે ધન મળ્યું છે તે બીજાની કમાણીના ભોગે ! એટલે તે દાન આપીને પિતાનું એક કર્તવ્ય જ બજાવે છે. એની દાનની પ્રવૃત્તિ બીજા માટે અનુકરણીય છે. પણ તે એની પ્રતિષ્ઠા કરાવે એ તે ઈચ્છનીય નથી, અને તેમાં સાધક પણ સહાયક બને છે તે નિતાંત અકલ્પનીય છે. જરૂર સાધક તેની દાન કરવાની વૃત્તિને ઉત્તેજન આપી શકે જેથી તેને લાભ અન્યને મળતું રહે. એ ઉપરાંત એ પણ ખરું કે દાનવીરના દાનની પ્રતિષ્ઠાને ઉત્તેજન ન મળે એની જેટલી કાળજી રખાય તેનાથી વધારે કાળજી તો તેને અપશબ્દોથી ન નવાજીએ એ અંગે રાખવાની છે. “ આ તો કાળા બજારીઓ છે, ચેર છે, લોકોને લૂંટનાર છે ” આવા આકરા શબ્દપ્રહાર કરવાથી, તેનામાં દાન કરવાની જે ભાવના અને શક્તિ પ્રગટ થઈ છે, તે અટકી જાય અને તેને લાભ બીજાને મળતો બંધ થઈ જાય; એ વધુ સંભવ છે. જેમ દાનની પ્રતિષ્ઠા ઈચ્છનીય નથી તેમ દાન કરનારને વખોડવું એ પણ ઈચ્છનીય નથી. આવા સમયે મૌન રહેવું એ શ્રેષ્ઠ છે.
સૂય ગડાંગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે –
जे य दानं पसंसंति वद मिच्छत्ति पागिणो । जे एग पडिसेहन्ति, वित्ति छेयं करेंति ते॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com