________________
આવેલા છે. એ રીતે ઘણું માને છે કે ચેર, પાપી, અત્યાચારી વિ. પ્રતિ ઉદાસીનતા કેળવી; એમને વિચાર પણ ન કરે. પણ એથી એ લોકોને મોકળું મેદાન મળે છે અને તેઓ તેવા સાધકના મૌનના ભેગે અનિષ્ટને ફેલાવે છે. " આજનું એક મોટું અનિષ્ટ તત્ત્વ ફેશનના નામે પ્રવેશી ગયું છે. તે છે. અંગે ઉઘાડાં દેખાય એવાં બારીક કપડાં પહેરવાં! ઘણું વિચારક અને સામાન્ય બુદ્ધિના બન્ને પ્રકારના લોકો એ સારી વસ્તુ નથી એમ જાણવા છતાં–આધુનિકતાના બહાને ચૂપ રહ્યાં. પરિણામે એ અનિટે ઘર તે માનવ સમાજમાં કર્યું જ છે પણ સાથે સાથે આજે ચારિત્ર્ય સંબંધી અનિષ્ટ કે દોષને પણ પિષણ મળી રહ્યું છે. હવે અહીં ઉપેક્ષા જ રાખવાથી પરિણામ શું આવ્યું છે તે સમજી શકાય છે.
એવી જ એક બીજી વાત છે; દાન આપવું અને પ્રતિષ્ઠા કરાવવી. ખરેખર જે દાતા દાન આપે છે તે બીજાને મદદ કરવા આપે છે અને તેની મદદ ઉપયોગી બની કે નહીં એ જ એને જોવાનું છે. એ છતાં એ આજે જોવામાં આવે છે કે દાનદાતાઓ શરતો મૂકાવે છે; છાપામાં જાહેરખબરો છપાવે છે; તખ્તીઓ ઉપર નામો મૂકાવે છે; અને ઘણીવાર તે સભામાં બહુમાન-પ્રશસ્તિ પણ મળે એવી ભાવના સેવે છે. આ બધું લગભગ એક રીતે અનિષ્ટ પ્રતિ સાધકોઠારા ઉપેક્ષા કરવાથી અથવા તેને બીજા બહાને પિષણ આપવાની વૃત્તિમાંથી જન્મે છે, વિકસે છે અને નવા અનિષ્ટ રૂપે ફાલેફુલે છે. એક વ્યક્તિ સમાજ પાસેથી વધુ કમાય છે એટલે તેણે સમાજના સંકટગ્રસ્ત વર્ગને દાન આપવું જ જોઈએ. કારણ કે તેણે જોઈએ તેના કરતાં વધુ કમાણી કરી છે. એટલે કે બીજા લોકોની થતી કમાણીમાંથી તેણે ભાગ પડાવ્યો છે. એ જ ભાગમાંથી તે છેડે ભાગ દાન આપે છે એમાં તે પરોપકાર કરતો નથી પણ પિતાનું કર્તવ્ય પાળે છે, પિતાની ભૂલને સુધારે છે અગર તો શેષણથી મેળવેલ ધન આપીને તેનું પ્રાયશ્ચિત કરે છે. એવા દાતાની પ્રતિષ્ઠા કરવાને અર્થ શું? તે છતાંએ જ્યારે અમૂક અજ્ઞાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com