________________
૩૫
વધારે માણસનું સુખ જાળવવું એ હેતું રાખવામાં આવ્યો તેથી
ડાને-અલ્પ સંખ્યક દુઃખ દઈને પણ તે સુખ અપાય તે હરકત નથી, એમ માનતા થયા. તેનું પરિણામ એ આવ્યું કે ગુલામે અને ગરીબોની સ્થિતિ પશ્ચિમના દેશોમાં છેવટ સુધી ખરાબ જ રહી.
પણ, આની વિરૂદ્ધ કેટલાક ડાહ્યા વિચારકોએ અવાજ ઉઠા. વધારે માણસને પૈસા ટકાનું સુખ હોય, જોઈએ તે કરતાં પણ વધારેએ ખુદાંઈ કાયદાથી વિરૂદ્ધ છે. એવી જ રીતે પિતાના મજશેખ માટે, ભૌતિક સુખ માટે થોડા લેકોને રંજાડીને, તેમની પાસેથી પરાણે કામ લેવું એ પણ નીતિ-નિયમ અને ઈશ્વરીય કાનૂનની વિરૂદ્ધ છે એમ એ ડાહ્યા માણસોએ કહ્યું.
જોન રસ્કિન એ ડાહ્યા માણસોમાંને એક હતા. તેણે ઘણા વિષયે (હુન્નર, ચિત્રકળા, કળા વગેરે) ઉપર પુસ્તકો લખ્યાં. પણ તેણે તે વખતના લોકોને જે નીતિ વિષયક પુસ્તકો આપ્યાં તેનું મૂલ્યાંકન કઈક વધારે છે. તેણે એક નાનકડું પુસ્તક લખ્યું છે – Unto this Last (અંદુ ધીસ લાસ્ટ). આ પુસ્તકે યુરોપના લોકો ઉપર જબ્બર વિચાર પરિવર્તનની છાપ પાડી હતી અને સમજુ માણસો તેને વાંચવા અને સમજવાનો પ્રયત્ન કરતા હતા. એટલું જ નહીં એ પુસ્તકે યુરોપના કેટલાક દેશમાં લેકક્રાંતિના બીજેનું આરોપણ કર્યું હતું.
એકવાર મહાત્મા ગાંધીજી ટ્રાંસજેર્ડન જઈ રહ્યા હતા. તે વખતે તેમના મિત્ર મિ. પિલકે તેમને આ પુસ્તક વાંચવા આપ્યું. મહાત્મા ગાંધીજીએ આ પુસ્તક વાંચ્યું. તેથી તેમના વિચારોમાં ઉથલ-પાથલ મચી. તેમણે એ વિચારે પ્રમાણે પોતાનું જીવન ગાળવાને સંકલ્પ કર્યો. ફિનિકસમાં તેમણે ટોકસરોય-આશ્રમ” ખોલીને ત્યાં કેટલાક કુટુંબ સાથે રહેવું શરૂ કર્યું. તેમણે ખેતી અને ગ્રામોદ્યોગ શરૂ કર્યા અને તેઓ જાતે શ્રમનિષ્ઠ બનીને રહેવા લાગ્યા.
૨૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com