________________
૩૦૬
દક્ષિણ આફ્રિકાની સ્થિતિ તે વખતે બહુ જ દયનીય હતી. જે માણસે પૈસા માટે દેશાવર ખેડે છે તેઓ એની ધૂનમાં નીતિ અને ભગવાનને ભૂલે છે, સ્વાર્થ માં મુંઝાય છે અને તેથી ગેરલાભો પેદા થાય છે. સર્વધર્મના અને નીતિ તે રહેલી જ છે. નીતિ અને ન્યાય જાળવવા જરૂરી છે. ગાંધીજીએ તે વખતની આફ્રિકાની પરિસ્થિતિ સુધારવા માટે એ પુસ્તકના આધારે પ્રયોગ શરૂ કર્યા અને લોકોને જાગૃત કર્યા.
આ પુસ્તક જેને અનુવાદ ગાંધીજીએ “સર્વોદય "ના નામે કર્યો તેને મૂળ આધાર રશ્કિને બાઈબલની એક કથામાંથી લીધેલ. દરેક ધર્મમાં નીતિ ન્યાય જાળવવાની વાત આવે છે અને આ કથામાં પણ એ તત્ત્વ છે. એ કથાનું નામ છે: “આ છેલ્લાને પણું...”
કથા આ પ્રમાણેની છે –એક માણસને પિતાના કામ માટે રોજના મજૂર (દહાડીયા) જોઈતા હતા. વહેલી સવારે કેટલાક દહાડીયા આવ્યા. તેમને મજૂરીને દર આઠ આના કહીને રાખ્યા. કેટલાક બપોરે આવ્યા તેમને પણ એ જ દરે રાખ્યા. કેટલાક છેલે સાંજ પડવા ટાણે આવ્યા. તેઓ ઘણું દુ:ખી હતા. તેમને પણ એ જ મજૂરીના દરે રાખ્યા. મજૂરી ચૂકવતી વખતે વહેલી સવારે આવેલા મજૂરોએ વાંધો લીધો : “અમે વહેલાં આવ્યા તેમને પણ આઠ આના અને મોડા આવ્યા તેમને પણ આઠ આના !”
ત્યારે પેલા માણસે કહ્યું : “ભાઈ ! મેં તે તમને કહ્યું તે પ્રમાણે આપ્યા છે. એમને પણ એટલી જરૂર હતી તે પૂરી કરવી જોઈએ ને ! એટલે એ છેટલાને પણ એ જ દરે મજૂરી ચૂકવું છું તે વ્યાજબી છે.”
પેલા લોકોને તેથી સંત થયા.
બાઈબલની આ કથાના આધારે રશ્કિને “દેવતને ન’ અદલ ઈસાફ'; “સાચનાં મૂળ” અને “ખરૂં છે” એ બાબતમાં જુદાં જુદાં કાર્યો વિષે સૂચન કરતાં કહ્યું છે કે —-“પાદરીને બંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com