________________
[૧૪] સર્વોદયનું આજ સુધીનું સ્વરૂપ
[૨૩-૧૦-૬૧] –મુનિશ્રી નેમિચંદ્રજી
“વિશ્વ વાત્સલ્ય”ના વિવિધ પાસાઓ ઉપર આ અગાઉ છણાવટ થઈ ગઈ છે. જગતમાં ક્રાંતિ આણવા માટે અને માનવસમાજના સુખ શાંતિ માટે પ્રયાસ કરી રહેલ વિચારધારાઓમાં “સર્વોદયવાદ પણ છે. એના ઉપર પણ છણાવટ કરવાની જરૂર છે. જ્યાં સુધી સર્વોદયનો વિચાર નહીં થાય ત્યાં સુધી વિધવાત્સલ્યની નીતિ નિષ્ઠા અને વતનિષ્ઠા પણ સારી રીતે ટકી શકશે નહીં. કારણ કે વિશ્વવાત્સલ્યની જે વિચારદષ્ટિ છે તે કેટલાક અંશે સર્વોદયને મળતી આવે છે અને ક્યાં ક બનેને એકબીજાના અંગ તરીકે પણ ગણી લેવા માટે લેકે ભૂલ કરી બેસે. પણ તેના કયા કયા પાસાંઓ છે અને સર્વોદયનું આજસુધીનું શું સ્વરૂપ રહ્યું છે એને વિચાર કરવામાં આવતા બધી વસ્તુઓ સ્પષ્ટપણે સમજી શકાશે.
પાશ્ચાત્ય દેશોમાં સામાન્ય એમ માનવામાં આવે છે કે વધારેમાં વધારે લેકનું વધારેમાં વધારે સુખ થવું જોઈએ. (Greates good of the greatest member) એટલે કે વધારેમાં વધારે લેકેનું (Majority) વધારેમાં વધારે સુખ વધારવાની નીતિ ત્યાં પ્રચલિત થઈ છે. ત્યાં સુખ એટલે શારીરિક-પૈસા ટકા કે મકાન મિલકતનું સુખ એમ ગણવામાં આવે છે. એવું સુખ મેળવવા માટે નીતિનિયમોને ભંગ થાય તે એની વિશેષ દરકાર કરવામાં આવતી ન હતી. તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com