________________
૨૯૬
(૧) સર્જનાત્મક, (૨) પ્રતિકારાત્મક અને (૩) મૂલ્ય પરિવર્તનાત્મક. સપ્તસ્વાવલંબનના કાર્યક્રમો સર્જનાત્મક પણ છે અને મૂલ્ય પરિવર્તનાત્મક ૫ણુ.
ભાલમાં પાણીનું મહાદુઃખ હતું. પણ જેવી માનવ તથા પશુની પ્રાથમિક જરૂરિયાતમાં મહાકષ્ટ હોય ત્યારે ધર્મ કે નીતિ શું હોય? એના ઉપદેશ કરતાં એ કષ્ટ નિવારવું એ જ પ્રથમ ફરજ બને. એટલે ત્યાં જલ–સહાયક સમિતિ બની. કાર્ય તે સંસ્થા દ્વારા વ્યવસ્થિત રીતે શરૂ થયું. પ્રશ્ન એ થશે કે દાતા કોણ? તરત ધનને પ્રતિષ્ઠા આપવી ન હતી એટલે અપીલ થઈ – “ઉપકાર કરવા માટે નહીં, પણ ગામડાના આ ભાંડુઓને અત્યાર લગી આપણે ભોગવી તેવી તે ઠીક પણ સામાન્ય જરૂરિયાતની સગવડ પણ ન અપાઈ તેના પાયશ્ચિત રૂપે કે કર્તવ્ય રૂપે ફાળો આપ !” આથી પૈસાદારની “અમે ઉપકાર કરીએ છીએ” એ ગ્રંથિ તૂટી. ટુંકમાં સહાયતા આવી પણ મૂલ્ય પરિવર્તન સાથે આવી. એ માટે કેટલાક પુણ્ય અને ઉપકારને માનવાવાળા મૂડીદારોનો વિરોધ સહ પડ્યો. એવી જ રીતે દુકાળ માટે અમદાવાદ, મુંબઈ તેમજ સ્થાનિક ભાલનળકાંઠા પ્રદેશના વાસીઓએ જે ફાળો આપ્યો તેમાં મુખ્ય કર્તવ્ય ભાવના રખાઈ, એ સમિતિનું નામ પણ દુષ્કાળ રાહત કમિટિ નહીં પણ દુષ્કાળ કર્તવ્ય સમિતિ રખાયું. વળી જેવા દુષ્કાળ મટીને સુકાળ થયો એટલે ફરી તે જ પ્રદેશ પાસેથી વળતર રૂપે પ્રતિક ફાળે લેવાયો એને લોકોએ ખુશીથી તે આપો. આમ લેવાની તેવું જ દેવાની સતત કાર્યવાહી આખા સમાજને અને પરિસ્થિતિને પલટ કરી નાખે છે. સમાજ તાલીમબધ્ધ ઘડાય છે. સહકારી પ્રવૃત્તિ, કેન્દ્રોમાં હોવાથી, પરસ્પરને સહયોગ વધે છે. એવી જ રીતે શુદ્ધિપ્રયાગ અને શાંતિ સેનાના કાર્યક્રમમાં મુખ્યત્વે પ્રતિકારાત્મક હોવા છતાં, મૂલ્યપરિવર્તનાત્મક પણ છે. આમ સર્જનાત્મક કાર્યક્રમે પ્રતિકારાત્મક બની જાય છે. એ એ જ રીતે મૂલ્યપરિવર્તનાત્મક કાર્યક્રમો પણ સર્જનાત્મક કે પ્રતિકારાત્મક બની જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com