________________
૨૭૫
માલિકી હક મર્યાદાને ઊંડે વિચાર થવા જોઈએ:
શ્રી બળવંતભાઈએ કહ્યું : “ગાંધીજીએ આપણને ટ્રસ્ટશીપને શબ્દ આપે છે. વિનોબાજીએ માલિકી હક વિસર્જન રજૂ કર્યું છે અને પૂ. મહારાજશ્રી સંતબાલજીએ માલિકી હક મર્યાદા શબ્દ આપ્યો છે.
મારા નમ્ર મત પ્રમાણે માલિકી હક મર્યાદાને મુદ્દો ખૂબ ઉડાણથી વિચારવા જેવો છે અને તે સાવ વહેવારૂ હોવાની સાથે યુગાનુરૂપ પણ છે. ચલાબા ખાદી વિદ્યાલયમાં મને આને અનુભવ થયો છે. સંસ્થાઓ તરીકે ભાલ નળકાંઠાની સંસ્થાઓ તરફ નજર કરે છે. મને તો ખરેખર અનુબંધ વિચારધારાને જ માર્ગ ગમે છે. મને એ પણ નવાઈ લાગે છે કે તેલંગાને બનાવ તાજો છતાં શ્રીમંત કેમ ચેતતા નથી. '
ગરીબો ગરીબ છે–એ તેમનાં કર્મે છે એવું શ્રીમતિ માને છે પણું, પિતાને દેષ જોતા નથી. એવી જ રીતે સાધુએ પણ દાનને પ્રતિષ્ઠા આપે છે પણ, એ નાણું ક્યાંથી આવે છે તેને વિચાર કરતા નથી. તો ભવિષ્યમાં શું થશે?
આજના આર્થિક પ્રશ્નોને ઉકેલ મારા મતે તે માલિકી હક મર્યાદા જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com