________________
આવ્યું. ભગવાન ઋષભદેવે લોકોને માલિકી અને હકની મર્યાદા સમજવી અને બેટી મર્યાદાને મૂકાવી. એ જ રીતે આજે પણ માલિકી હકમર્યાદા હેવી જોઈએ.
જો એમ ન થાય અને માનવસમાજને બે ખૂલી છૂટ આપવામાં આવે તે ભારે મુશ્કેલીઓ ઊભી થાય, અરાજકતા ફેલાય અને માણસ માણસ વચ્ચે સંધર્ષો વધે. આમ પણ આજના જીવનમાં ડગલે અને પગલે જોવામાં આવે છે કે એક માણસ પોતાની જરૂર કરતાં વધારે સંધરે છે ત્યારે બીજાને અછતનું દુઃખ વેઠવું પડે છે. પછી પેલે માણસ પોતાની માલિકી ઉપર પહેરે ગાઠવે છે અને જેની પાસે વસ્તુ નથી, તે પિતાની જરૂર પૂરતી વસ્તુના અભાવે ભૂખ-દુઃખ વગેરેથી ટળવળે છે. પરિણામે સમાજમાં અનિષ્ટ પ્રસરે છે. એ માટે માલિકી હક-મર્યાદા હેવી જરૂરી છે.
આજના સંઘર્ષોના અંત માટે માલિકીહક મર્યાદા કેવળ વ્યકિતગત જ જરૂરી નથી, પણ તે રાષ્ટ્ર વ્યાપી અને છેવટે વિશ્વવ્યાપી થાય, એ અનિવાર્ય છે. એમ જોવામાં આવે છે કે જ્યારે અમેરિકા જેવા રાષ્ટ્રો પાસે વિપુલ અનાજ-સામગ્રી પડેલી હોય છે, અને ક્યારેક ભાવ-નિયમન કરવા માટે અનાજને બાળી નાખવામાં પણ આવે છે ત્યારે એશિયાના ઘણા યે દેશમાં અનાજ મળતું નથી. લોકે ભૂખે મરતા હોય છે, એટલું જ નહીં અનાજના પ્રશ્ન પાછળ બીજા રાષ્ટ્રીય પ્રશ્નો પણ ઉકેલાયા વગર રહી જાય છે. જે આવી માલિકીહક મર્યાદા રાષ્ટ્રવ્યાપી બને તો જરૂર તે રાષ્ટ્રને બીજા રાષ્ટ્રને મદદ કરવાની ભાવના જાગી શકે.
માલિકી હક મર્યાદા સાથે બી જે જે એક શબ્દ પ્રચલિત છે તે છે માલિકી હક વિસર્જન. એ બંનેમાં શું ફરક છે? મર્યાદા જ હેવી જોઈએ અને વિસર્જન નહીં. તે અંગે અગાઉ બારવાને વિચાર કરતાં, વિશદ છણાવટ થઈ ગઈ છે. જેમ નધણિયાતા ખેતરની દશા થાય છે તેમ માલિકી હક વિસર્જન થતાં સમાજની દશા થાય..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com