SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] વિશ્વવાત્સલ્યમાં માલિકી હકમર્યાદા [૯-૧૦-૬૧] મુનિશ્રી નેમિચંદ્રજી વિશ્વવાત્સલ્યનાં મૂળ બે ઉપર આ અગાઉ સારી પેઠે છણાવટ થઈ ગઈ છે. હવે ત્રીજા મૂળવ્રત–માલિકી હકમર્યાદા ” ઉપર વિચાર કરવાનું છે. સૌથી પહેલો પ્રશ્ન એ ઊઠશે કે માલિકીહક મર્યાદા શા માટે ? માણસ કોઈ પણ વસ્તુ ઉપર માલિકી ન રાખે; છૂટથી ઉપાર્જન કરે અને છૂટથી તેને વાપરે એમાં શું ખોટું છે? જેમ યુગલિયા કાળમાં કે આદિમાનવ સંસ્કૃતિના કાળમાં હતું; તેમ ભગવાન ઋષભદેવના વખતે માલિકીને પ્રશ્ન જ નહોતું. એટલે હક ભોગવવાની વાત પણ ન હતી. તે વખતે કોઈ પણ માણસ કોઈ વસ્તુ ઉપર માલિકી રાખતે નહીં. પ્રકૃતિના ખોળામાં રહી તેની અસીમ વસ્તુઓ મુક્તપણે જેને જેમ ફાવે તેમ આ લોકો (યુગલિયા) વાપરતા. તેઓ સંઘરતા નહીં. ઘણાને એમ થાય છે કે શું તેમ આજે ન થઈ શકે? એના ઉત્તરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભગવાન ઋષભદેવે સમાજરચના કરી; સમાજની બધી વ્યવસ્થા ગોઠવી અને તરત માલિકીને પ્રશ્ન ઊઠશે. એટલે જ્યાં સમાજ આવ્યો ત્યાં તરત જ મર્યાદાઓ આવવાની. અમુક વસ્તુ ઉપર કોને હક એ પણ પ્રશ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy