________________
૨૫૦
સાચો સંકલ્પ કદિ અકળ જતા નથી. પ્રહલાદ અને સુધન્વાની કસોટી થઈ પણ અંતે જીતી ગયા. શિવરી કુંભારણના નિભાડામાંથી બિલાડીનાં બચ્ચાં આબાદ છવલાં નીકળ્યાં. એ કુદરતને પ્રભાવ.
મને એક વાર બાર કલાક ખાવાનું ન મળ્યું. સ્ટેશન ઉપર ગાડીને વાર હતી એટલે એક ઝાડની નીચે બેઠે. પાસે બળિયાદેવનું સ્થાન હતું. થોડી જ વારમાં એક કુટુંબ આવ્યું અને કહ્યું: “ ! આ સુખડી; બળિયાદેવની પ્રસાદી છે.” અને એકના બદલે બે ટંકનું ભળી ગયું.
વારણા રામણના વજા પટેલને દાખલ છે. બિચારા ખેતમજૂરગરીબ અને તળપદા પટેલ જાતના હતા. પૂરતું ખાવાનું પણ ન પામે. એટલામાં પત્ની ગુજરી જતાં, પિતાની દીકરીને છોડી દેવાનું મન થયું. તેમણે ઝાડીમાં જઈને નાખી દીધી. જંગલ ભયાનક. શિયાળ વગેરે પ્રાણી. રાત વધે તેમ થયું કે ઠીક નથી થયું! કદાચ બાળકી મરી ગઈ હશે તે! તેમણે જઈને તપાસ કરી તે બાળકી જીવતી મળી. તેમને જાત ઉપર ઘણા વછૂટી અને ગમે તે ભોગે બાળકીને મોટી કરવાનો નિર્ણય કર્યો. મજૂરીએ જાય ત્યાં પાછળ બધી જાય. મોટી થતાં પરણાવી. ઘડપણમાં પટેલને અંધાપે આવ્યું. ત્યારે એજ દીકરીએ તેમની સેવા ચાકરી કરી. આમ સત્ય ઉપર શ્રદ્ધાને અડગ રાખવી જોઈએ ! સત્ય શ્રદ્ધાનું અજબ બળ :
શ્રી દેવજીભાઈએ સત્ય શ્રદ્ધાની કસોટી રૂ૫ દાખલો ટાંકો. એક વાર જંગલમાં એક ભરવાડ લાકડી લઈ અમારી સામે થયો. સાથેના બે જણ ભાગી ગયા. પણ હું, ભગવાનનું નામ લઈ ઊભો રહ્યો અને પેલા ભાઈની લાકડી અદ્ધર રહી ગઈ. પ્રારંભમાં તે પ્રાણુ અને પ્રતિષ્ઠા બન્ને જોખમમાં હતા પણ પાછળથી એણે સમાજ સમક્ષ મુને કબૂલ કર્યો. ટુંકમાં પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ હેમવામાં આવે ત્યારે સત્યશ્રદ્ધાનું બળ જ અજબ કામ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com