________________
૨૦
એ જુદી જુદી મર્યાદાએા દેરવામાં આવી છે પણ બન્નેનું ધ્યેય તે સંપૂણ વિશ્વવાસણ્ય પ્રગટાવવામાં રહેલું છે.
C
હવે આ વિશ્વવાત્સલ્ય વહેવડાવવું તે કઈ રીતે ? કારણકે આ જગતમાં બધા એક શ્રેણિના લાકા નથી અને પ્રાણીએ પણ અલંગ અલઞ શ્રેણિના છે. જ્યાં ગાય જેવું કામળ પ્રાણી છે ત્યાં સિદ્ધ જેવું હિંસક પ્રાણી પણ છે. અનુકૂળ માનવ, સમાજ અને રાષ્ટ્ર છે ત્યાં પ્રતિકૂળ માનવ, સમાજ અને રાષ્ટ્ર પણ છે. અમુક લેાકેા સજ્જન છે; સત્ય અને અહિંસાની દિશામાં આગળ વધેલા છે; ત્યારે બીજા દુર્જન પણ છે; અસત્ય અને હિંસાની દિશામાં આગળ વધેલા છે. સુખી છે અને દુ:ખી પણ છે; શાસક પણ છે અને શાષિત પણ છે. પીડિત, દલિત અને પછાત પણ છે ત્યાં મુક્ત, સ્વતંત્ર અને આગળ વધેલા પણ છે. કેટલાક પ્રેમભાવ રાખે છે તેા કેટલાક ઉદાસીન પણ છે. આ બધા સાથે કેવી રીતે એકસરખું અને સક્રિય વાત્સલ્ય સાધી શકાય ? આ એક વિચારણીય પ્રશ્ન છે.
આ અંગે જૈનદર્શન, બૌદ્ધદર્શન અને યાગદર્શને ચાર ભાવનાએ બતાવી છે. શબ્દના ફેરફાર સિવાય દરેકના ભાવ લગભગ એક જ પ્રકારના છે. જૈનદર્શન પ્રમાણે ચારે આ પ્રમાણે છે :—મૈત્રી, પ્રમેાદ, કારૂણ્ય અને માધ્યસ્થ ઉચ્ચકોટિના સાધકે વિશ્વવાસણ્ય પ્રગટાવવા માટે આ ચારે ય ભાવના કેળવવી જોઈ એ, એમ જૈનદર્શન કહે છે. માતા જેમ બાળક પ્રત્યે સ્નેહમય વર્તાવ રાખે એવી જ રીતે આ ચારે ય ભાવનાને જીવનમાં સક્રિય રીતે ઉતારી; સમસ્ત જીવે સાથે પ્રેમમય વહેવાર કરવાનુ બૌદ્ધદર્શન સૂચવે છે, ત્યાં આ ચારે ભાવનાને ‘બ્રહ્મવિહાર ’ એવું નામ આપવામાં આવેલ છે. યાગદર્શન એ ચારે ભાવનાઓને ચિત્તશુદ્ધિનુ ( ચિત્તની પ્રસન્નતાનું ) કારણ માને છે. આમ દરેક દને તેમની ઉપયોગિતાના સ્વીકાર કરેલા છે.
i
અભિતગતિ “ સૂરિજીએ સામાયિક પાહમાં એક શ્લેાક વડે આ ભાવનાને સ્પષ્ટ કરી છે :~~~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com