________________
વિશ્વ વાત્સલ્યની સાધના માનવા માટે સરળ બની શકે છે. ત્યારે માનવ ઘર, સમાજ, રાષ્ટ્રના પણ સંકુચિત દાયરામાંથી બહાર આવી સમષ્ટિ પ્રતિ પોતાને વાત્સલ્યભાવ કેળવે છે. ભગવાન મહાવીરે કર સર્વ ચંડકૌશિક પ્રતિ વાત્સલ્ય વહેવડાવ્યું હતું. શિબિરાજાએ પારે માટે વાત્સલ્ય વહેવડાવ્યું હતું. કેટલાક મુસલમાન સતએ પોતાના શરીરમાં કીડો સળવળે છે કે તેમને ન મારી તેમના પ્રતિ વાત્સલ્ય પ્રગટ કર્યું હતું. આમ વિવવાત્સલ્ય “આત્મવત સર્વ ભૂતેષુ ”ની સંપૂર્ણ કેળવણીનું પ્રતીક બનીને ઊભું રહે છે.
ભગવાન મહાવીર માટે જૈન શાસ્ત્રોમાં “જગવછલ' (વિશ્વવત્સલ) વિશેષણ રૂપે આવે છે. જૈનધર્મમાં સમ્યકુ-દર્શનના આઠ અંગોમાં “વચ્છલ ને પણ સ્થાન આપવામાં આવેલ છે. સમ્યદૃષ્ટિ ગૃહસ્થ શ્રાવકની ગણના ચોથા ગુણસ્થાનક (જૈન ધમની વિકાસ પદ્ધતિ)થી કરવામાં આવેલ છે ત્યાંથી ચૌદમા ગુણસ્થાનક સુધી એટલે કે સંપૂર્ણ કેવળની દશા સુધી સમદર્શનનું હોવું જરૂરી છે. એટલે કે ગૃહસ્થો માટે સમ્યક્દર્શન અને તેની રૂએ વાત્સલ્ય હોવું જરૂરી છે. ગૃહસ્થાના વાત્સલ્યને “સાહસ્મિય વચ્છલ” એટલે કે સાધમ વાત્સલ્ય ગણવામાં આવેલ છે. આજે જે કે સંપ્રદાયવાદને કારણે સહુ તેને પિતાના સંપ્રદાય સુધી ગણે છે પણ તેનો ખરો અર્થ તે “સંઘ વાત્સલ્ય” થાય છે. આજની ભાષામાં તેને “સમાજ વાત્સલ્ય” પણ કહી શકાય અને એ જ અર્થ બંધબેસતો છે. કારણકે સાધમને અર્થ સમાનધર્મી થાય છે. મનુષ્ય સમાનધર્મો માનવ છે એટલે સમાજવાત્સલ્ય એને સ્પષ્ટાર્થ થાય છે. એના વિકાસ રૂપે વિશ્વ વાત્સલ્ય કેળવવું ઉચ્ચ સાધકો (સાધુઓ) માટે આવશ્યક ગણાયું છે કારણકે જૈન સાધુવર્ગને છ કાયાના મા-બાપ કહ્યા છે. આ ત્યારે જ થઈ શકે જ્યારે વિશ્વ-વાત્સલ્ય કેળવવામાં આવે. એ માટે ગૃહસ્થ પૂરતી મર્યાદા સાધર્મા–વાત્સલ્ય સુધી આંકવામાં આવી અને સાધુઓ માટે તેને સમષ્ટિ સુધી લંબાવવામાં આવી. વિકાસકમના ભેદે અહીં વાત્સલ્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com