________________
૨૧૬
આનંદ માણી રહ્યો છું. મારી સાથે પૂર્વાશ્રમમાં શારિરિક સુખમાં રાચનાર કોશાને પણ આ વાત્સલ્ય રસને આનંદ પમાડું તે કેટલું સારૂં? કારણ કે પુરૂષ કરતાં સ્ત્રીઓમાં વાત્સલ્ય પ્રવાહ વધુ હોય છે..!”
આ વાત તેઓ પિતાના આચાર્ય સંભૂતિ-વિજ્ય પાસે પ્રગટ કરે છે. તેમની સાથેના બીજા સાધુઓ, ચાતુર્માસ ગાળવા ભયંકર સ્થળે
જવાની રજા માંગે છે ત્યારે રસ્થૂળભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવાની રજા માંગે છે. ગુરુદેવ ચારેય શિષ્યોને પોતપોતાની ઈચ્છા પ્રમાણેના સ્થળે ચાતુર્માસ ગાળવા જવાની રજા આપે છે. - યૂલિભદ્ર મુનિ પાટલિપુત્રમાં કેશાના આવાસે આવે છે અને ચાતુર્માસ ગાળવાની રજા માંગે છે. કોશા તેમને સહર્ષ રજા આપે છે. કોશાના મનમાં હતું કે “આ સૂનું હૃદય ભરાઈ જશે અને સ્થૂલભદ્ર મારા પ્રેમમાં રંગાઈ જશે.
કોશાને ધૂલિભદ્ર ઉપર અનન્ય પ્રેમ હતો. પિતાને વિખૂટ પ્રેમી વર્ષો બાદ આવ્યું છે એટલે તેણીએ એના ઉપર પિતાનો રંગ જમાવાને પ્રયત્ન શરૂ કર્યો. તે નવા નવા પોશાકો સજી સજીને યૂલિભદ્રની સામે આવવા લાગી. નૃત્યો કરવા લાગી અને ગીત ગાવા લાગી. પણું યૂલિભદ્ર તો બીજાજ આનદને માણી રહ્યા હતા. એટલે તેમણે કોશાના આ વિષય-વાસનાના આનંદને નવો વળાંક આપવાનું નક્કી કર્યું. તેમણે એના રૂપ-રંગ નૃત્યગીત તેમજ ભજન-પકવાન તરફ ધ્યાનજ ન આપ્યું.
એ જોઈ કોશાથી ન રહેવાયું. તેણે કહ્યું: શું તમને મારાથી કેમ નથ ? હું જે કેશને તમે એક ક્ષણ પણ લગી કરી શકતા ન હતા એ કશા નથી ગમતી?”
સ્થૂલિભદ્ર કંઈ પણ જવાબ ન આપે. કોશાએ જ કહ્યું: “ના! એવું નથી હું જાણું છું કે તમને મારા તરફ પ્રેમ છે એટલે જ તમે મુનિ વેશે પણ અહીં આવ્યા છે. પણ અહીંની દરેક વસ્તુ તરફ, અરે! મારા તરફ અભાવ શા માટે દાખવે છે? તે સમજાતું નથી ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com