________________
સ્થૂલિભદ્રે કહ્યું: “કશા ! હું તને પહેલાં ચાહતો હતો અને હજુ પણ તને ચાહું છું. પણ તે ચાહના અને અત્યારની ચાહનામાં અંતર છે. સંયમ લીધા પછી મને જે આત્માનંદ-વાત્સલ્યને આનંદ મળે છે, તે એટલો બધે અપૂર્વ છે–અખૂટ છે અને શાશ્વત છે કે તેની આગળ વિષય-વાસનાને આનંદ કંઈજ નથી. આ નૃત્ય-ગીત રૂષ-શૃંગાર ક્યાં સુધી ચાલશે? શરીર ક્યાં સુધી ટકશે? કેટલાકને રીઝવી શકશે? અરે! એ તે બીજાને રીઝવવા માટે જ છે ને તે જ્યારે તને આનદ આપી શકતાં નથી તો બીજાને ક્યાંથી આપી શકે?
કોશા બેલીઃ “મને તે તમારી આ વાત સમજતી નથી.
સ્થૂલિભદ્રે કહ્યું : “એ સમજાશે ! એ સમજાવવા માટે જ તે હું આવ્યો છું. તારે તારે આ પ્રેમ જે વાસનાને પેદા કરાવે છે તેના બદલે વાત્સલ્ય તરફ વહેવડાવવાનો છે. આ શરીર કે વાસનાથી કઈ અનંત કાળ સુધી રીઝવી શકાતું નથી. ખરે, પ્રેમ તે આત્મભાવ વડે પ્રગટાવવાને છે. દરેક જીવો ઉપર વાત્સલ્યભાવ પ્રગટાવવામાં જે આનંદ છે તે કયાંયે નથી. તું તારા શરીરને અર્પણ કરવા બદલ હવે હૃદયને અર્પણ કરતાં શીખ! એ માટે સંયમ જરૂરી છે. શૃંગારત્યાગ જરૂરી છે; વ્રત-તપ કરવાં જરૂરી છે-આજે તારી પાસે જે વાસનાની દષ્ટિએ આવે છે તે પછી તારી પાસે વાત્સલ્ય પામવા આવશે અને તું ભૂલાં ભટક્યાને માર્ગદર્શન આપનારી બનીશ.”
યૂલિભદ્રથી પ્રેરણા પામી કોશાએ વાત્સલ્યને માર્ગ લીધે. હવે નૃત્ય, સંગીત બંધ થયાં. એના બદલે વ્રત–તપ અને જ્ઞાનચર્ચાઓ થવા લાગી. ચાતુર્માસ પૂરૂં થયાં સુધી કોશા એક પાકી સાધિકા બની ગઈ સ્થૂલિભદ્રમુનિને પ્રયત્ન સફળ થશે. - બ્રહ્મચર્ય સાધનામાં એક વેશ્યાને ત્યાં સાવધાનીપૂર્વક સ્ત્રી અને પુરૂજ રહેવા છતાં શરીરસ્પર્શના બદલે અંતર (હૃદય) સ્પર્શ હાસ સાચા આનંદને પામવાનું આ એક આદર્શ ઉદાહરણ છે. સ્ત્રીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com