________________
૧૫
એજ વસ્તુનું વિવેચન કરતાં તત્ત્વાર્થસત્રના ભાષ્યકાર કહે છે – : “ ધ કરીયાવાડ જતિ (લાલ) विशेषायपरिमित गुणप्रीति पुरुर्षाः परमसुख तृप्ता भवन्ति !"
એ ઉચ્ચ કક્ષાના દેવને પાંચ પ્રકારની વિષયેચ્છાને ઉદય હતા નથી; એવું નથી પણ, તેઓમાં પ્રેમ (વાત્સલ્ય) ભાવ વધારે હોવાથી, અપરિમિત ગુણે પ્રત્યે અત્યંત પ્રીતિ હેવાથી પરમ આનંદથી તપ્ત થઈ જાય છે.
વૈદિક પરિભાષા પ્રમાણે આને ક્રમશઃ અન્નમય, પ્રાણમય, મનેમય, વિજ્ઞાનમય કોષને અંતે બ્રહ્મમાં વિચરણ કરવાની આનંદમય કોષની ભૂમિકા માનવામાં આવી છે. આનંદમય કોષમાં વિચરણ કરતો બ્રહ્મચારી સ્ત્રીના શરીરસ્પર્શમાં નહીં પણ તેના અંતરસ્પર્શમાં વાત્સલ્ય – રસને સાચો આનંદ મેળવે છે. એવી ઉચ્ચ કક્ષાના સાધક સ્ત્રીમાં વાસનાને બદલે વાત્સલ્યને નિહાળે છે. વિશ્વ વાત્સલ્ય ગુણની વધારેમાં વધારે પ્રાપ્ત નારી-હૃદય (અંતર)થી મળી શકવાની હેઈ તે માતાતિની પ્રતિષ્ઠા સમાજમાં સ્થાપે છે. તે એ વાત્સલ્યાનંદ, અનંત જગતની સાથે તાદામ્યપૂર્વકની તટસ્થતા અનુભવીને મળે છે અને તેને અનુભવ જાતે કરે છે અને બીજાને કરાવે છે. સ્થૂલિભદ્ર વડે કશાનો હૃદય સ્પર્શ
નગરનારી કોશામાં અશક્ત થયેલા સ્થૂળભદ્રને ગૃહસ્થાશ્રમમાં, પિતાના પિતાના મરણના સમાચાર મળે છે, તે એક આંચકો અનુભવે છે અને કેશા વેશ્યાને છોડીને, વૈરાગ્ય પામી મુનિ બને છે. મુનિ જીવનમાં તેઓ વાત્સલ્ય રસમાં તરબોળ બની જાય છે. વર્ષો બાદ એકવાર મુનિ
સ્થૂલભદ્ર ચિંતનમાં લીન થઈને વિચારે છેઃ “મેં ગૃહસ્થાશ્રમમાં રહી વર્ષો સુધી કોશા સાથે શારીરિક વિષય સુખ ભોગવ્યા; પણ જે આનંદ અંતરના સ્પર્શમાં છે; આત્માની સાથે ઓતપ્રોત થવામાં છે, તે રસ વિષય સુખમાં નથી. હું આજે એકલેજ આ આત્માનંદ–વાત્સલ્યનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com