________________
વધારે વિકસેલું હેય છે. એટલા માટે સમાજની વચ્ચે રહીને સાધના કરનાર સાધક (જેનેની પરિભાષા પ્રમાણે સ્થવિર કલ્પી) ને સમાજમાં અહિંસક ક્રાંતિ કરવા માટે નારીને શરીર સ્પર્શ નહીં પણ હૃદય સ્પર્શ કરે વધારે જરૂરી છે. એવી જ રીતે નારી શરીર ધારી નાધિકાને પણ અંગત વિકાસ માટે પુરુષની બુદ્ધિને સ્પર્શવાની અગત્ય રહેશેજ. સાચી અને સંપૂર્ણ પૂરક્તા તો હદયના સ્પર્શથી જ આવી શકે છે.
સામાન્ય માનવી વિકારને વશ થઈને સ્ત્રીના સ્થૂળ શરીર-સ્પર્શમાં આનંદ માને છે, તેમાં સુખની ક૯૫ના કરે છે જ્યારે ઉચ્ચ કોટિના સાધક હૃદય-અંતર અને આત્મભાવના મિલનમાં સાચું સુખ માને છે. અનુભવની એરણે એ વાત સિદ્ધ થયેલી છે.
તાર્થ સૂત્રોમાં વર્ણવામાં આવેલ ઉચ્ચ કોટિના દેવોના જીવનથી આ વસ્તુ સિદ્ધ થાય છે. નીચેનાં સૂત્રો જરા ધ્યાન આપવા જેવાં છે –
વાવ વવાર આ વેરાના મ. ૪, ૮ શેષા: રૂપ-રાજ-અના વિવાર રો: I
| . ૪૩, ૧ swવવાર: ક. ૪ રૂ. ૨૦/- આ ત્રણે સૂત્રોને ભાવાર્થ આ પ્રમાણે છે:-વૈમાનિક દેવોમાં પહેલા અને બીજા સ ધર્મ અને ઈશાન દેવલોકમાં, દે મનુષ્યની જેમ મૈથુન સેવનથી ભોગ-વૃપ્તિ અનુભવે છે. ત્યારબાદના બબ્બે દેવલોકમાં ક્રમશઃ સ્પર્શમાત્રથી, રૂપદર્શનથી, શબ્દ-શ્રવણથી અને પછી કેવળ મનની કલ્પનાથી ભોગની તૃપ્તિ થાય છે. ત્યારપછી એટલે કે દશમા દેવલોક બાદ, ઉપરના દેવલોક, નવ ગ્રંથક વિમાનના દેવો અને પાંચ અનુત્તરવિમાનના દેવોની ભોગ તૃપ્તિ કેવળ આત્મ-સ્પર્શ કે હૃદય-સ્પર્શથી થાય છે. એમાં દેવો અને દેવી પરસ્પરના અપરિમિત ગુણે પ્રતિ પ્રીતિ રાખીને વાત્સલ્યરસના પરમ આનંદની અનુભૂતિ મેળવે છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com