________________
એક વિચારવાની વસ્તુ એ છે કે બ્રહ્મચર્યની સર્વાગી સાધનામાં તાદામ્ય સાધવા માટે સ્ત્રી અને પુરુષ બંનેને શરીરસ્પર્શ શા માટે વજનીય ગણવામાં આવ્યો છે જ્યારે કે સ્ત્રી અને પુરુષને ભેદ આકૃતિથી ઓળખાય છે અને બન્નેને આત્મા તે એક છે તો પછી શરીર સ્પર્શમાં શું થઈ જવાનું હતું?
આને ઉત્તર એક જ છે કે બધા સાધકો એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હતા નથી; તેમજ તેમણે સમાજ વચ્ચે રહીને સાધના કરવાની હોય છે. એટલે કે સમાજ કલ્યાણ સાથે આત્મકલ્યાણ સાધવાનું હોય છે. આવા સાધકે માટે, સ્ત્રીને પુરુષના અને પુરુષને સ્ત્રીના શરીર-સ્પર્શ ત્યાગની મર્યાદા હેય, એ જ બરાબર છે. અમુક સાધકો જે એવી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા હોય છે, જેમને શરીર ભેદ રહેતો જ નથી તેમના માટે શરીરસ્પર્શને વાંધો નથી. જિનકલ્પી મુનિઓ કે જેમને સમાજ સાથે પ્રત્યક્ષ સંપર્ક થતો નથી; એવી રીતે પરમહંસ સાધુઓ કે દિગંબર સાધુઓ જેમના માટે સ્ત્રી-પુરુષને ભેદ હેતો નથી. તેઓ આ કક્ષામાં આવે છે. એમાં પણ એક એવી કક્ષાએ પહોંચવું જરૂરી છે કે કોઈ પણ શરીરનાં બાહ્યદર્શન વિકારને ન જગાડે.
શરીરસ્પર્શની મર્યાદા થઈ એટલે અતડા થઈને રહેવું એ યોગ્ય નથી. તેમણે ખુલ્લા દિલે પરસ્પર મળવાનું છે. આત્મભાવ જગાડવાને છે. નહીંતર પરસ્પરની પ્રેરણું વગર સામાજિક ક્રાંતિ કે વિકાસની સંભાવના નથી. જેને અહિંસા વડે ક્રાંતિ કરવી છે. જેને સ્ત્રીઓના બિંવિધ પ્રશ્નો લઈને તેનું નિરાકરણ ધર્મ દૃષ્ટિએ કરવું છે કે જેને ધર્મ દૃષ્ટિએ સમાજનું ઘડતર કરવાનું છે, તેને એ વિચારવું પડશે કે અહિંસાની પ્રેમ-વાત્સલ્યની શક્તિ કોનામાં વધારે છે? એ માટે પરસ્પરને ખુલ્લા હૃદયને પરિચય આવશ્યક છે. કેવળ બુદ્ધિથી ત્યાં કાર્ય પાર પડતું નથી. અહિંસાની શકિત ત્યાં જ વધારે પેદા થઈ શકે જ્યાં બુદ્ધિ કરતાં હદય વધારે વિસેલું યં! સામાન્ય રીતે પુરુષોમાં હૃદય કરતાં બુદ્ધિ વધારે વિકસેલી હોય છે. જ્યારે સ્ત્રીઓમાં બુદ્ધિ કરતાં દસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com