________________
મુખ્ય હોય છે. (૨) બંધારણ પ્રધાન: એમાં બંધારણ મુખ્ય અને નીતિ ગૌણ રહે છે. (૩) અર્થ પ્રધાન; એમાં અર્થ (ધન) પ્રાપ્તિને જ મુખ્ય ઉદ્દેશ હોય છે. વેપારી સંગઠને ત્રીજા પ્રકારમાં આવે છે ત્યારે રાજ્ય સંગઠને બીજા પ્રકારમાં આવે છે. તેમાં બંધારણ જળવાઈ રહે તે મુખ્ય જવાય છે. વિશ્વ વાત્સલ્ય દ્વારા જે સંગઠને રચવાની વાત કરવામાં આવે છે તેમાં નીતિ અને ધર્મને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. જ્યાં સત્ય અને અહિંસાનું પાલન થાય તેવી કે તેના જેવી ઉપયોગી સંસ્થાઓને જ વિશ્વવાસલ્યને ટેક હોય છે, એટલું જ નહીં સત્ય અને અહિંસાના આચારને જીવનમાં ઉતારી, બીજ પણ તેને આચરે એ પણ એની ક્રિયાત્મક આગળની દિશા છે. ઘડતર પામેલી આધ્યાત્મિક વ્યક્તિઓ અને સુસંસ્થાઓ દ્વારા લોકોને અધ્યાત્મ તરફ વાળવા માટે વિશ્વ વાત્સલ્યના માધ્યમથી ક્રાંતિ કરવી એ એનો મુખ્ય હેતુ છે. રાજકીય પક્ષે સત્તા દ્વારા ક્રાંતિ કરવા ઈચ્છે છે ત્યારે અહીં સેવા દ્વારા (હૃદયપલટાની) ક્રાંતિની વાત રહેલી છે.
- હવે “વિશ્વવાત્સલ્ય” શબ્દ ઉપર વિચાર કરીએ. એમાં બે શબ્દો છે –વિશ્વ અને વાત્સલ્ય. આખા વિશ્વ સાથેનું વાત્સલ્ય તે વિશ્વ વાત્સલ્ય.
વિશ્વ શબ્દ સાંભળતાં આખું જગત નજર આગળ ઊભું થાય છે. આ જગતમાં જડ અને ચેતન બને તત્વો રહેલાં છે. બન્નેના મિશ્રણથી વિશ્વ બન્યું છે. તે કેવળ ચેતનને જ સમૂહ નથી તેવી જ રીતે તદ્દન જડને સમૂહ પણ નથી. અહીં તો વિશ્વ સાથે ચૈતન્યને જ જોડવાને છે કારણ કે તેની સાથે જે ભાવ જોડવાનું છે તે કેવળ ચેતન્ય જ અનૂભવી શકે છે. તેની સાથે ચૈતન્યથી સંકળાયેલી વસ્તુઓને પણ વિચાર કરે અનિવાર્ય બને છે. તેમાં શરીર, મકાન, ઘર, ગ્રામ, નગર, રાષ્ટ્ર, સમાજ, વિચારધારા, પક્ષ, વાદ, મિલ્કત વ. અનેક વસ્તુઓ આવી જાય છે. સાદી સમજણ માટે વિશ્વના ત્રણ વિભાગ કરી શકાય : [૧] વ્યક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com