________________
વિકાસના સર્વોદય, અને રાજ્યદ્વારા કાંતિની વિચારધારારૂપ કલ્યાણરાજને પણ વિશ્વવાત્સલ્ય જોડે છે. જે ક્રાંતિની પ્રેરક વ્યક્તિઓના વિચારને સંસ્થાઓ વડે ન ફેલાવવામાં આવે તે રાજ્ય દ્વારા એ ક્રાંતિનું મૂલ્યાંકન
ક્યાંથી થઈ શકે? આમ વિશ્વવાત્સલ્યની કડી વગર કે સાધન વગર બને વિચારપ્રવાહે અમલી બની શક્તા નથી એવું લાગ્યા વગર રહેતું નથી. | સર્વોદય વિચારપ્રવાહને આજને વળાંક કંઈક જુદા પ્રકારનો છે. સર્વોદયી સંત વિનોબાજીએ પ્રારંભથી એકવાર કહ્યું છે કે સંગઠને આવતાં ત્યાં અનેક પ્રકારના દોષો પ્રવેશી જવાનો ભય ઊભો રહે છે. એથી ક્રાંતિ અટકી જાય છે કારણ કે વ્યક્તિઓ (સભ્યો ) ઉપર દબાણ આવે છે એટલે ત્યાં હિંસા થાય છે. એ માટે વ્યક્તિ શુદ્ધ થવી જોઈએ. તેણે આત્મોન્નતિને લક્ષમાં રાખીને કામ કરવું જોઈએ. અને સંગઠનની લપમાં પડવું ન જોઈએ. વ્યકિતઓ પવિત્ર થતાં, સમાજ આપોઆપ પવિત્ર થઈ જશે !
આ વિચારપ્રવાહમાં એટલું ખરું કે સંસ્થાઓ વગર વ્યકિતઓનું અમૂક અને તે પણ નજીકના અંશે ઘડતર થઈ શકે; પણ ત્યારબાદ આખા સમાજના ઘડતરની આશા ન રાખી શકાય ! મહાન વ્યકિતઓએ સર્વોદય પ્રગટાવ્યા બાદ તેમના વિચારપ્રવાહને ધપાવવા માટે કોઈ પણ સંગઠન કે સંસ્થા ન રચી તે તેમને વિચારપ્રવાહ તેમના સુધી જ અટકી જાય છે. સંસ્થાના અભાવે, એવું પણ જોવામાં આવ્યું છે કે તે વ્યકિતની પૂજા થાય છે પણ તેના સિધ્ધાંત પડખે મૂકાય છે અને તેમના અનુયાયીઓમાં અસંગત લાગે તેટલી વિરૂધ્ધ આચાર પ્રણાલી આવી જાય છે.
એ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે સંગઠન રચાય ત્યારે જે દેષોની ભીતિ તરફ વિનોબાજી અંગુલિ નિર્દેશન કરે છે તે અંગે અગાઉથી કાળજી સેવવામાં આવે છે તે દે વિકસવાને ઓછો સંભવ રહે છે.
સંગઠને ત્રણ પ્રકારનાં હોય છેઃ (૧) નીતિ પ્રધાન; જેમાં નીતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com