________________
તેમણે સંસ્થાઓને આધાર લીધો ન હોત તે તેમના અવસાન સાથે ઘણીવાર બને છે તેમ તે વિચાર પ્રવાહ સૂકાઈ ગયે હેત. પ્રાચીન કાળમાં ક્રાંતિના વાહન રૂપે વર્ણાશ્રમ સંસ્થાઓ હતી. તે વર્ણાશ્રમ વ્યવસ્થાને પાયે ધર્મ હતો એટલે ધર્મમય સમાજ રચનાને તે વખતે જોઈ શકાતી હતી. ત્યારબાદ વ્યક્તિઓ ક્રાંતિની પ્રેરક બની એ હકીક્ત છે; પણ તેમની ક્રાંતિનાં વાહન રૂપે તે આગળ જતાં સંસ્થાઓએ જ કાર્ય કર્યું. વર્ણાશ્રમ વ્યવસ્થા પછી તેમાં ક્રાંતિ લાવવા માટે બુદ્ધ અને મહાવીર જરૂર લોકક્રાંતિના પ્રેરક બન્યા અને એ દ્રષ્ટિએ “બુદ્ધ શરણં ગચ્છામિ” અને “અરિહંત શરણું પવનજામિ” રૂપે તેમને પ્રથમ સ્થાન આપ્યું પણ ત્યારબાદ “સંધ શરણં ગચ્છામિ ” અને “સાહુ શરણે પવન્જામિ-ધમ્મ શરણે પવન્જામિ” ને, ક્રાંતિના વાહક રૂપે મૂકવામાં આવ્યા. આમ ક્રાંતિના વાહન રૂપે તે સાથે, સમાજે કે સંસ્થાઓ જ આવે છે.
આમ એ વિચાર પ્રણાલીને અનુરૂપ અને નજીક કેવળ વિશ્વવાત્સલ્ય વિચાર–સરણ જ આવીને ઊભી રહે છે. વર્ણાશ્રમ વ્યવસ્થાથી લઈને સંધરચના સુધી વિશ્વવાત્સલ્યને આમ મહત્વ આપવામાં આવ્યું છે. જૈન કે બૌદ્ધ શ્રવણે સાથે સાથે શ્રવણોપાસકોને પણ લેવામાં આવ્યા છે. તેને અનુરૂપ વિશ્વ વાત્સલ્ય વિચાર પ્રવાહમાં ક્રાંતિપ્રિય સાધુસંતોનાં માર્ગદર્શન સાથે અનુક્રમે; સર્વાગી દષ્ટિવાળા જનસેવકોનું સંચાલન, ગામડાં અને શહેરમાં મધ્યમવર્ગ–માતૃસમાજનાં સંગઠને દ્વારા લોકજાગૃતિ આણ; આજની રાષ્ટ્રિય મહાસભાની લોકશાહી સરકાર દ્વારા ક્રાંતિ કરવાની વાત રજૂ કરવામાં આવે છે. એ ભારતની પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ અને બંધ બેસતી છે.
કદાચ કોઈને લાગે કે આમાં કોઈ વર્ગ કે સમૂહની ટીકા થઈ રહી છે, પણ તેવું નથી. આજના પ્રવાહને ઊંડાણથી સમજવા અને તેને સમન્વય કરી ખરે માર્ગ શોધવા માટે જ આ વિચારણા થઈ રહી છે. એક રીતે એમ પણ કહી શકાય કે વ્યકિતત્વના સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com