________________
* સર્વોદય વિચાર-ધારા વ્યક્તિના સર્વાગી ઉદયને માને છે. તે (ગાંધીજી પછી ભૂદાન આંદોલનના સમયથી વિનોબાજીના સમયથી વ્યકિતના સંપૂર્ણ વિકાસ વડે ક્રાંતિ કરી લોકજીવનને સુખ-શાંતિ અપાવવામાં માને છે. ગાંધીજી તે સંસ્થામાં માનતા પણ હમણાં અમારે સંસ્થાઓ સાથે શું ?” એ ઝોક સર્વોદય કાર્યકર્તાઓમાં જોવા મળે છે.
ત્યારે, કલ્યાણરાજ એટલે કે સંપૂર્ણ રાજ્ય દ્વારા અથવા સત્તા દ્વારા રાજ્યક્રાંતિ કરવાની કલ્પનાને લઈને લોકજીવનને આરોગ્ય, ન્યાય, શિક્ષણ વામાં રાહત આપવી, એવો વિચાર–પ્રવાહ છે. એમાં એક રાજ્યતંત્ર તરીકે રાજાશાહીના પ્રતીક રાજા વડેને વહીવટ આવી જાય છે અને પ્રજાતંત્ર તરીકે પ્રજાશાહીના પ્રતીકરૂપે રાજસભાને વહીવટ પણ આવી જાય છે. એમાં રાજતંત્ર પ્રજામાં રાહતનાં કામ કરી સુખ આણે એ વિચાર સમાએલો હોય છે. | સર્વોદયવાદ અને કલ્યાણરાજમાં એક પ્રકારને અદેશે રહેલ છે કે તેના વડે કયારેક પ્રથમ વિચારધારા સર્વોદયવાદ પ્રમાણે વ્યક્તિત્વ પૂજાના ફેલાવવાને ડર રહે છે અને સિદ્ધાંતને સ્થાપિત હિતો હેઠાં મૂકી દે છે ! અથવા ક્યારેક સંપૂર્ણ રાજતંત્ર સ્થાપિત હિતેનું શિકાર બને છે અને લોક-કલ્યાણના બદલે લેક-શેષણને ક્રમ આવીને ઊભ રહે છે. આ કલ્યાણરાજનું મોટામાં મોટું ભયસ્થાન છે.
ભારતની પ્રાચીન પ્રણાલિ તરફ નજર કરશું તો જણાશે કે લોકક્રાંતિના વાહન રૂપે જનતાની સંસ્થાઓને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. સર્વોદયના પ્રતીક રૂપે ધર્મ સંસ્થાપકોએ વિચાર-ધારાઓ, રજૂ કરી પણ તેને અમલમાં લાવનાર તે સંસ્થાઓ જ હતી. કલ્યાણરાજના આદર્શરૂપે રાજા-રામે રામ-રાજ્ય સ્થાપ્યું પણ ત્યારબાદ તે પરિપાટીને ચાલુ રાખી શકાઈ હોય તે સંસ્થાઓ દ્વારા જ. સર્વોદયની વ્યકિત કે કલ્યાણરાજના પ્રતિનિધિ, વંશપરંપરાગત એવી જ સ્વચ્છ ' પ્રણાલિને ટકાવી શકે તેવી વ્યક્તિઓ આવી શકી નહીં; અને જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com