________________
છે, જ્યારે જેટલું અને જેવું કામ તે પ્રમાણે મૂડીને સરખે ભાગે વહેચી બધા સમાન રીતે સુખોને ભોગવે તેમાં સામ્યવાદ માને છે.
એની સાથે પ્રાચીન કાળથી ભારતે લોક–જીવન જીવવા માટે જે વિચારધારા આપી છે તે ધર્મમય સમાજવાદની છે; ધર્મમય સમાજરચનાની છે. આમાં “ધમ ને મુખ્યતા આપવામાં આવી છે. આ ધર્મમય સમાજરચનાને સમજવા માટે જગતના જે જે વિચાર પ્રવાહે છે તેને બરાબર જાણું લેવા જોઈશે. પાશ્ચાત્ય વિચારવાનો આધાર મુખ્ય ભૌતિક સુખ તરફ વળે છે ત્યારે પૂર્વના વિચારપ્રવાહને આધાર આધ્યાત્મિક ઉન્નતિ છે. વિચારોનું કહેવું છે કે આ માનવજીવનની ઉપયોગિતા કેવળ ભૌતિક સુખમાં પૂર્ણ થતી નથી, પણ તેની આધ્યાત્મિક ઉન્નતિમાં રહેલી છે એટલે લોકજીવનના સુમેળ માટે પૂર્વના વિચાર પ્રવાહને અહીં સમજી લઈએ.
સમાજરચના સાથે ધર્મને અહીં વિશેષ રૂપે જોડવામાં આવેલો છે અને ભારતીય લોકજીવનના ઈતિહાસને તપાસશું તો એ સ્પષ્ટ જણાઈ આવશે કે જગતનાં જુદા જુદા લેક–જીવને “ધમ ” કે ધર્મ જેવી કોઈ વિચારસરણીની આસપાસ ગૂંથાયેલાં છે.
આ વિચારસરણીને સર્વાગી રીતે સમજવા માટે ત્રણ શબ્દો હમણું અવારનવાર સંભળાયા કરે છે [૧] વિશ્વ વાત્સલ્ય, [૨] સર્વોદય, [૩] કલ્યાણરાજ. આ ત્રણે શબ્દો એકબીજાથી એટલા બધા મળતા હોવા છતાં, દરેકની પોતપોતાની વિશેષતા છે અને જગતમાં જે ધર્મમય સમાજની રચનાને પ્રયાસ થઈ રહ્યો છે, તે આ ત્રણેને સમન્વય થયા બાદ જ પૂર્ણ બની શકે છે. આ ત્રણે વિચાર પ્રવાહે સામાન્ય રીતે લોક-જીવન કેવી રીતે ઉન્નત બને તેને લક્ષ્યમાં રાખીને જવામાં આવ્યા છે.
સ્થૂળ અર્થમાં વિશ્વ-વાત્સલ્યની જે વિચારધારા છે, તે સમાજ કે સંસ્થા દ્વારા, અથવા સંસ્થા રચાઈને; પ્રચલિત સ્થાપિત હિતેની વિરૂદ્ધ ક્રાંતિ કરવામાં અને તે વડે લેકજીવનને સુમેળ સાધવામાં માને છે. વિશ્વવાત્સલ્ય વિચારધારાનું મૂર્તિરૂપ ધર્મમય સમાજરચના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com