________________
૧૭
બાંધવો પડશે. એ માટે સર્વપ્રથમ લોકસેવકોએ સત્યનું ખાસ–પાલન કરવું પડશે અને તેનું લક્ષ્ય પૂર્ણ સત્ય તરફનું રાખવું પડશે. એના માટે સર્વધર્મ સમન્વય, નિંદા સ્તુતિ પરિવાર અને ક્ષમાપના એ ત્રણે ઉપવ્રતોમાં તેમણે જાગૃતિ રાખવી પડશે. જો એમ ન થાય તે જગતને વિશ્વાસ સાધુ સંસ્થા ઉપર નહીં બેસે.
હવે ત્રીજું મૂળ વત માલિકી હક મર્યાદા છે–તે અંગે જરા ઊંડાણથી વિચાર કરવો જરૂરી છે. અહીં માલિકી હક મર્યાદા મૂળ વ્રત
સ્વરૂપે રજૂ કરવામાં આવે છે ત્યારે સંત વિનાબાજી માલિકી હક વિસર્જન કે માલિકી હક-ત્યાગની વાત કરે છે. દેખીતી રીતે એ બે વચ્ચે મોટો ફરક છે અને વિરોધાભાસ લાગે છે.
અહીં જે વિચારવાનું છે તે કેવળ સાધુસંસ્થા કે એકલ દોકલ વ્યક્તિની દષ્ટિએ નહીં પણ જગતના બધા વર્ગના લોકો અને સંસ્થાઓની દૃષ્ટિએ વિચારવાનું છે. વિશ્વના બધા ધરણના લોકેની દષ્ટિએ વિચાર કરતાં એમ જણાયા વગર રહેતું નથી કે સર્વથા માલિકી હક ત્યાગ કે સ્વામિત્વ–વિસર્જન, એ વહેવાર થતું નથી. - પ્રશ્ન એ છે કે માલિકી હકને સર્વથા કણ ત્યાગી શકે? એવા જ લોકો કે જેમને સમાજ તરફથી નિશ્ચિતતા હોય. આવા વર્ગમાં તો કેવળ સાધુ સન્યાસીઓ આવી શકે અથવા ઉચ્ચ કક્ષાના થોડાક લોકસેવકો આવી શકે. તેમને એવી નિશ્ચિતતા હોય છે કે ભલે મારી પાસે માલિકી હક ન હોય, પણ હું જ્યાં જઈશ ત્યાં મને ખાવા-પીવાનું તેમજ રહેવાનું અને પહેરવા-ઓઢવાનું મળી રહેશે.
કેટલાક લેક એક બીજી વાત રજૂ કરે છે કે સમાજને જીવતદાન આપી; સમાજ-સમર્પણ થઈને; ૧૦૦-૧૫૦ રૂ.ને પગાર નિર્વાહ અથે લેવા-માલિકીના ધોરણે લે; જીવતદાનના ત્યાગની સાથે એ બંધબેસતું નથી. એમાં તે જીવનદાની જીવનદાન અને સમાજ તરફથી પ્રતિષ્ઠા તે મેળવી જ લે છે અને નિર્વાહ-વ્યય લઈને બીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com