________________
ને પંથ કે વાડો ઊભો કરવાની તેમની ઈચ્છા છે. તેમણે તે ધર્મવિચારમાં, યુગદષ્ટિએ ચિંતન-સંશોધન કરીને તેને નવી રીતે-તેનાં મૂલ્યોને સમાજ સ્વીકારે અને તે વહેવારૂ બને એ માટે રજૂ કર્યા છે; એમ વિનમ્રપણે કહી શકાય. વતનાં નવાં મૂલ્ય
સૌથી પહેલાં બ્રહ્મચર્ય વ્રત છે. તે વિધેયાત્મક રીતે મૂક્યું છે. તે એટલા માટે કે તેથી બ્રહ્મચર્યને સામાજિક રૂપ મળે છે.
વિશ્વવાત્સલ્યમાં માનનારા દરેક સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે એ તેનું અંતિમ લક્ષ્ય છે જ, સાથેજ કક્ષા પ્રમાણે નીતિનિષ્ઠા પ્રમાણે તેમણે સંયમ રાખવાનું છે. જનસંગઠનના સભ્યો એ બ્રહ્મચર્ય વ્રતમાં, સ્વપની સંતોષ જેવી મર્યાદા રાખવાની છે. એટલું જ નહીં આવા લોકસેવક જેઓ ગૃહસ્થાશ્રમમાં હશે તેમણે સંતાન મર્યાદા કરવાની છે અને તે પણ સંયમથી, એ અંગે તેમણે વિલાસ, વ્યસન, ટાપટીપ વગેરેથી દૂર રહેવાનું છે અને એ સાથે જ ખાન-પાન–શયનને વિવેક રાખવાને છે. ગ્રહ માટે તો બ્રહ્મચર્યની ચરમસાધના રૂપે સ્વપત્ની મર્યાદાથી માંડીને સ્વપત્ની બ્રહ્મચર્ય વ્રત છે તેમજ સાધુઓ માટે તો પૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું છે. આમ છતાં નિર્દોષ શરીર સ્પર્શથી પણ સાવધાન રહીને, વિવેક પૂર્ણ રીતે તેમણે બ્રહ્મચારિણી બહેને અને સાધ્વીઓના ઘડતર માટે નવાં મૂલ્યોની દષ્ટિએ વિચારવાનું પણ રહે છે. આજના યુગ પ્રમાણે બ્રહ્મચારીએ પિતાના ઉપર વિશ્વાસ રાખવાને છે અને તેમણે સંપૂર્ણ તકેદારી રાખવાની છે. પણ, માતાઓ કે બહેનોથી અતડા કે બીતાં રહેવાની જરૂર નથી.
એવી જ રીતે સત્યશ્રદ્ધાને પણ સામાજિક સ્વરૂપ આપવાનું છે. તેથી સમાજમાં આજે મેર જે છળછિદ્રો, દંભ, આશયમાં પરિવર્તન, અન્યાય, અનીતિ વગેરે ચાલે છે તે બધી જ બદીઓને દૂર કરવા માટે લોકસંગઠને સ્થાપી તે તે લોકસંગઠનોએ ન્યાય અને નીતિ ઉપર મદાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com