________________
૧૮૧
કૃષ્ણ, રામ અને શિવને માનનારા લોકો જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ કે એકાદશીના વ્રત કરે છે પણ બીજીબાજુ ઉપવાસ હોવા છતાં જુગાર પણ રમવા બેસી જાય છે. એટલું જ નહીં નિર્જળઉપવાસમાં બીજુ ખાવું-પીવું વધી ગયું છે. વૈદિક ધાર્મિક પર્વોમાં પણ ખાવા-પીવા અને પહેરવા ઓઢવાનું જાણે થઈ ગયું છે. આમ વ્રત અને નીતિને સુમેળ ન થતાં તે હાસ્યાસ્પદ બને છે. ધર્મ કેને કહે ? - પૂ. દંડી સ્વામીએ લોકો પુણ્ય અને ધર્મને ભેદ સમજતા નથી તે અંગે જણાવતાં કહ્યું : “મનુસ્મૃતિમાં કહેલા પાંચ- મહાય -જે પાછળથી બૌદ્ધ ધર્મની અસરના કારણે પાંચ લઘુયો કહેવાયા. –તે બધાને લેક ધર્મ કહે છે.
પૂર્વમીમાંસામાં પણ જે કર્મો કહ્યાં છે તે બધાને લોકો ધર્મ તરીકે ઓળખે છે. બૌદ્ધ ધર્મમાં (૧) દાન, (૨) અર્થ, (૩) દિનચર્યા અને (૪) સમભાવને-કર્મો કહ્યાં છે તેને પણ લોકો ધર્મ માને છે. આથી ધર્મ કયો અને પુણ્ય કયું? એ સમજવામાં મુશ્કેલી પડે છે, અને કેટલીકવાર પુણ્યને ધર્મમાં ગણવાને ગોટાળે થાય છે. એ વિષે અહીં ઠીક ઠીક જાણવા મળ્યું કે પુણ્ય અને ધર્મ બંને શું છે? વ્રતને આત્મા!
શ્રી દેવજીભાઈ કહે : વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠામાં નીતિનિષ્ઠા સોનારૂપ છે અને ધર્મનિષ્ઠા સેનામાં સુગંધ રૂ૫ છે. માત્ર સુગંધ હોય તે તે લાંબો કાળ ન ટકે એટલે કે તેમાં પ્રાણુ જોઈએ. નીતિનિષ્ઠા હેય તે ધર્મનિષ્ઠા સહેજે વણાવાનો સંભવ રહે છે; પણ નીતિનિષ્ઠા ન હોય અને વ્રત લેવાય તો કેટલીકવાર તે પ્રદર્શન રૂ૫ જ બની જાય છે, અને તેમાં આત્મા ભળતું નથી.
નીતિનિષ્ઠાવાળા જાહેરમાં વ્રત લે તે બે કારણે સર સારું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com