________________
૧૮૨
(૧) તેના લીધે દઢતા રહેશે અને (૨) સમાજની એકી રહેશે તેમજ સમાજમાં તેનું અનુકરણ થશે.
નીતિનિષ્ઠાનું ઠેકાણું નહીં હોય ને વતેમાં આત્મા નહીં મળે તે દંભ રૂ૫ ક્રિયા થવાનો સંભવ છે, અને તેને સમાજમાં પડઘો પડ્યા વગર રહેતો નથી. આજે જાહેરમાં વ્રત લેવાય છે તેમાં મોટાભાગે વ્રત લેનારનું સ્પષ્ટદર્શન હોતું નથી કે વ્રત પાછળની મૂળ નીતિ-નિષ્ઠા અંતરની હોતી નથી. આશ્ચર્ય છે કે વિવેકી કહેવાતા સાધુએ પણ તેની વાહ વાહ કરે છે અને ઉપલક વાહ વાહથી સમાજમાં ઘણું લોકો વ્રત લેવા ખેંચાય છે. પણ આત્મા ન હોવાથી પરિણામ સારું આવતું નથી.
આજે નીતિનિષ્ઠા ઉપર વધારે વજન આપવું પડશે. આ સંશોધનની ખાસ અગત્ય છે. નીતિનિષ્ઠા પછી વ્રત લેવાશે, આચરાશે, તો ચોમેર એ આચરણને ભારે પ્રભાવ પડશે.” નીતિનિષ્ઠાને પ્રભાવ
શ્રી બ્રહ્મચારીજી : “વિશ્વ વાત્સલ્યની નીતિપૂર્વક ધર્મનિષ્ઠા જ ચોમેર પ્રકાશ પાથરી શકે છે. રામાનંદાચાર્ય એક ગામમાં ગયા. ગામના લોકોએ ફરિયાદ કરી કે આ ગામમાં એક બહુ ખરાબ દશ્ય જોઈને અમે લાજી મરીએ છીએ. એક પહેલવાન એક વેશ્યાની પછવાડે નીકળે છે. તેને બાળકો વિગેરે જેવા દેડે છે, તેથી ગામમાં ખરાબ સંસ્કાર પડે છે. ઘણા લોકોને તે ધણા જ થાય છે.
સ્વામીજીએ કહ્યું - “બંનેને અહીં આવવા કહેજે !”
બંને સ્વામી પાસે ગયા. સ્વામીએ બંનેને પ્રેમથી આવકાર આપે. તેમણે પહેલવાનને કહ્યું : તમે જરૂર વેશ્યા પાછળ નીકળો અને એનું વદન જોયા કરે. પણ એ રૂ૫ તે ભગવાનનું આપેલું છે માટે તેમાં ભગવાનની વિભૂતિનાં દર્શન કરો!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com