________________
૧૭૨
એક ખેડૂતમાં વિશ્વવાત્સલ્યની નીતિ-નિષ્ઠા પાકી હેવાના કારણે વ્રતનિષા સહેજે આવતી જાય છે. આવી જ રીતે બીજા ખેડૂતેમાં નીતિનિષ્ઠા પાકી થતાં તેમની વતનિષ્ઠા પણ મજબૂત બનતી જાય છે.
ઘણાને એમ પણ મનમાં થશે કે જે નીતિનિષ્ઠાથી કામ ચાલતું હોય તે વતનિષ્કાની શી જરૂર છે? આ અગે એટલું જ સૂચવી શકાય કે જેમ પાયા વગર ચણતર ન થાય અને ચણતર વગરના પાયાની શોભા નહીં, એમ નીતિ નિષ્ઠા ના પાયા વગરની વ્રતનિષ્ઠા ટકી ન ન શકે. ડગી જાય કે પછી પણ ભાંગે. વ્રત-નિષ્ઠા હોય અને નીત-નિકા ન હોય તે તે જડક્રિયા બની જાય.
તે ઉપરાંત નીતિનિષ્ઠા સાથે વ્રતનિષ્ઠાની જરૂર વિશ્વવાત્સલ્યને લક્ષમાં રાખીને કામ કરતા લોકસેવકોને અનિવાર્ય છે. આવા નીતિનિષ્ઠ લેકસેવકે-રચનાત્મક કાર્યકરોમાં વતનિષ્ઠા ન હોય તે તેઓ પોતાનું ઘડતર ન કરી શકે અને સમાજનું ઘડતર પણ ન કરી શકે. લોકસેવક જે વતનિઝ નહી હોય તે જે લોકો પાસે તેમને કામ લેવાનું છે, તે લોકોની આ સેવકો પ્રતિ શ્રદ્ધા રહેશે નહીં અને પરિણામે લોકસંગઠનું સંચાલન પણ સારી પેઠે થઈ શકશે નહીં. એક દાખલો લઈએ. એક કાર્યકર્તા છે. તેમાં નીતિનિષ્ઠા હેવા છતાં, તે બ્રહ્મચર્યની મર્યાદા પાળતે નથી. પ્રમાણિક રહેતું નથી; હિસાબ ચેક રાખતો નથી, વ્યવસાયની મર્યાદા કરતો નથી, વ્યાજને ખાનગી ધંધે ચલાવતો હોય છે, ભૂલ માટે ક્ષમા માગી શક્તા નથી, ખાન-પાનને સંયમ રાખતા નથી કે વ્યસન ત્યાગ કરતા નથી; આવો માણસ લેને વિશ્વાસ ન મેળવી શકે. એટલા માટે તેને વ્રતનિછાને અપનાવવી પડશે.
ગાંધીજીએ જયારે લોક-સેવાની કલ્પના કરી ત્યારે તેમણે સપત્ની બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. તેથી સમાજને વિશ્વાસ કેળવાયો. તેમણે જુદાં જુદાં વ્રતને સાધ્યા અને પછી બીજા કાર્યકરે માટે વ્રતનિઝા આવશ્યક ગણું તેમનું ઘડતર કર્યું. તેમણે ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમ રજૂ કરીને તે વડે સમાજનું પણ ઘડતર એવા વ્રતનિષ્ઠ કાર્યકર્તાઓ વડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com