________________
ઉપર તપાસ કરવા માટે મોકલ્યા; પણ પત્તો ન લાગે. ફૂલભાઈ બીજા સાથીઓને લઈ ટ્રેનમાં ઉપડ્યા અને દિલ્હી પહોંચ્યા. ત્યાં પેલા વાઘરી-વાઘરણને પત્તે મળ્યો. તેમણે હજ કન્યાએ વેચી ન હતી એટલે ત્રણે કન્યાને લઈ ખંભાત આવ્યા અને તેમના મા-બાપને સોંપી.. બધા ખુશ થયા અને તેમને બહુ ઉપકાર માન્યો એટલું જ નહીં સમસ્ત જ્ઞાતિ તરફથી તેમનું સન્માન કર્યું અને માનપત્ર આપ્યું. શ્રી ફૂલજીભાઈએ કહ્યું : “આ તો અમારી માનવતાની ફરજ હતી. એમાં અમારા બધા સાથીઓને સહયોગ ન હેત તો અમે એકલા કંઈપણ કરી શકવાના ન હતા. અમને પૂ. સંતબાલજી મહારાજે આવી નીતિનિષ્ઠા બતાવી છે અને વિશ્વ વાત્સલ્યની પ્રેરણા પણ તેમની પાસેથી જ અમને મળી છે.”
એ ઉપરાંત શ્રી ફૂલજીભાઇએ જવારજના હરિજનના પ્રશ્નો જે રીતે ઉકેલ્યા તે પણ પ્રશંસનીય છે. જવારજ ગામમાં ભંગી-હરિજનના ઘર કાચા માટીનાં અને ભાંગ્યાતૂટયાં હતાં. તેઓ ઘણી મુશીબતે સહીને રહેતા હતા. શ્રી ફૂલજીભાઈએ વિચાર્યું કે: “અમે સારા મકાનમાં રહીએ અને એ લોકોને ઝૂંપડાં પણ તૂટેલાં ! અમે એની મહેનતનું ખાઈએ. અને એમને એટલી પણ મદદ ન કરી શકીએ ?” એટલે ફૂલજીભાઈએ નકકી કર્યું કે જ્યાં સુધી એમના મકાનો ન બંધાઈ જાય ત્યાંસુધી હું ખાંડ નહીં ખાઉં. તેમણે ગામના બીજા ભાઈઓને વાત કરી, તેમણે સાથ આપો, કંઈક સરકારે મદદ કરી અને અંતે હરિજને માટે સારાં મકાને બંધાઈ ગયાં. તેમને એક બીજે આર્થિક પ્રશ્ન પણ હતો. તેઓ પારકા ખેતરમાં કામ કરે પિતાનું ખેતર મળે નહીં. એમને લગ્ન જેવા પ્રસંગે રૂપિયાની જરૂર પડે તો ધીરનાર પાસેથી ૨૦૦-૨૫૦ મેળવે પણ પછી આખી જિંદગી તેની વેઠ કરવી પડે. આ ગુલામીના દુ:ખમાંથી, મુક્ત કરવા માટે ફૂલજીભાઈએ સહકારી મંડળીમાંથી પિતાની જવાબદારી ઉપર હરિજનેને રૂપિયા અપાવ્યા મંડળીવાળાઓને શંકા હતી કે રૂપિયા પાછા નહીં આવે પણ એ શંકા બેટી કરી. તેમણે પૈસા પાછા વાળ્યા. આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com