________________
કારણ કે સંસ્થાઓમાં અમુકનું વર્ચસ્વ હોય છે. સંસ્થાની નીતિ કરતાં તેવી વ્યક્તિઓની વાત જ મુખ્ય રહે છે.
એક ઠેકાણે હું દશ માસ રહ્યો. એમાં એક માણસનું મેં ધાર્યું ન કર્યું. મને સોંપાયેલા મિસ્ત્રીને હું સેપે તે જ કામ તેણે કરવું જોઈએ એ મેં આગ્રહ સેવ્યો. એટલે મારે સંસ્થા મૂકવી પડી.
એવી જ રીતે વળી પાછો હું બીજી સંસ્થાના ઘર્ષણમાં આવ્યો અને મને સંસ્થા મૂકવી પડી; અને મારે ઘડિયાળનું કામ પસંદ કરવું પડયું. મારું કામ સરકારને ગમે છે પણ સંસ્થાઓમાં હું ફીટ થઈ શકતું નથી. એટલે વિનોબાજી સંસ્થા કે સંગઠનને વિરોધ કરતા હોય તે આ દષ્ટિએ કરતા હશે.
અલબત જે સંસ્થામાં નીતિ મુખ્ય હેય, પૈસા ગૌણ હોય તેવાં સંગઠન અને સંસ્થાઓ નીતિમાં માનવાવાળાને અનુકુળ આવે ખરી. એ દષ્ટિએ આકર્ષાઈને હું અહીં શીખવા આવ્યો છું. સમાજ ઘડતર માટે સંગઠને
શ્રી માટલિયાએ કહ્યું: “દેહ છે તે તેને ટકાવવા, વિસાવવા માટે ખેરાકની જરૂર છે, તેમ સમાજ છે, તે તેને ઘડવા ટકાવવા વિકસાવવા માટે સંગઠને અનિવાર્ય છે. દેહમાં બગાડે થશે એ ભયે ખેરાક કાયમ માટે ન તજી શકાય. સંસ્કરણ અને શુદ્ધિને પાયામાં રાખવાનું સૂચન યોગ્ય છે; પણ સંસ્થા અને સંગઠનેને છેદ કરવાની વાત એગ્ય નહીં જ ગણાય. પિતાનું માની લીધેલું સત્ય
શ્રી બલવંતભાઈએ કહ્યું : ઘણીવાર પિતે માની લીધેલું સત્ય કલ્પી વ્યકિત આગ્રહી બને છે. તેવી વ્યક્તિ કોઈ પણ સંસ્થા સાથે બંધબેસતી થઈ શકતી નથી. તેને ઘણી જગ્યાએથી છુટા થવું પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com